<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

વિકસિત ભારતના સંકલ્‍પને સાકાર કરવા સૌ યોગદાન આપીએઃ ભુપેન્‍દ્રભાઈ પટેલ

મોરબીમાં પૂ.મહંત સ્‍વામી મહારાજની અધ્‍યક્ષતામાં બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૬: મોરબીમાં પૂ.મહંત સ્‍વામીની અધ્‍યક્ષતામાં નુતન BAPS સ્‍વામિનારાયણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. મહોત્‍સવના આ પાવન અવસરે મુખ્‍યમંત્રીશ્રીએ ભક્‍તિભાવપૂર્વક ભગવાનના દર્શન-અર્ચન કરી રાજ્‍યના નાગરિકોની સમળદ્ધિ, શાંતિ અને સર્વાંગી કલ્‍યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ પાવન પ્રસંગે ધર્મસભાને સંબોધતા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સ્‍વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મ અને ભારતીય સંસ્‍કળતિનું જતન-સંવર્ધન કરીને તેને વિશ્વ ફલક પર ગૌરવ અપાવી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ સાથે ઔદ્યોગિક વિકાસ થકી સિરામિક નગરી તરીકે વિશ્વવિખ્‍યાત મોરબી ખાતે નૂતન મંદિરના નિર્માણથી શહેરની સુવિધા અને સુંદરતામાં અભિવળદ્ધિ થઈ છે. સિરામિક નગરી હવે સ્‍પિરિચ્‍યુલ નગરી બનવા તરફ પ્રયાણ કરી રહી છે.

આ તકે મુખ્‍યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ક્‍૨૦૪૭' ના સ્‍વપ્નને સાકાર કરવા સૌ નાગરિકોને જળ સંચય, ‘એક પેડ મા કે નામ' અંતર્ગત વળક્ષારોપણ, પ્રાકળતિક ખેતી તેમજ યોગ અને સ્‍વસ્‍થ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે BAPS સંસ્‍થાના નશામુક્‍ત ભારત અભિયાનના પ્રયાસોની સરાહના કરી વ્‍યસનમુક્‍તિના સામાજિક કાર્યને વધુ વેગ આપવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રફુલભાઈ પાનસેરીયા,  ત્રિકમભાઈ છાંગા અને કાંતિલાલ અમળતિયા, વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, મોરબી મેયર ઉત્તમ સુરાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેસરીદેવસિંહ ઝાલા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્‍ય સર્વશ્રી પ્રકાશભાઈ વરમોરા, દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, જિલ્લા કલેક્‍ટર સ્‍વપ્‍નિલ ખરે, મોરબી કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, BAPSના શ્રી બ્રહ્મવિહારી સ્‍વામી, શ્રી કોઠારી સ્‍વામી, શ્રી આનંદ સ્‍વરૂપ સ્‍વામી તેમજ સ્‍થાનિક પદાધિકારીઓ, મહાનુભાવો અને  પદાધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્‍યામાં હરિભક્‍તો અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:54 AM IST)