હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સૌરાષ્ટ્રના ૭ જીલ્લાના ૨૧ તાલુકાઓમાં હળવો વરસાદ
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા) વાપી તા.૩૧: એકબાજુ દિવાળી આવી રહી છે, શિયાળાના આગમનના એંધાણ વચ્ચે સૌરાષ્ટ્રમાં માવઠું થતા જગત નો તાત ફરી ચિંતામાં મુકાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ માં વરસાદ ના આંકડા ને જોઈએ તો, જૂનાગઢ જિલ્લાના વિસાવદર માં સૌથી વધુ ૫૮ મીમી (૨.૨૮ ઇંચ) વરસાદ નોંધાયો છે. જ્યારે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં ૩૯ મીમી અને કુંકાવાવ-વડિયામાં ૩૮ મીમી વરસાદ નોંધાયો છે.
જિલ્લાવાર વરસાદની વિગતો જોઇએ તો જૂનાગઢ જિલ્લોઃ વિસાવદર તાલુકામાં ૫૮ મીમી (૨.૨૮ ઇંચ), ભેસાણમાં ૨૫ મીમી (૦.૯૮ ઇંચ), વંથલીમાં ૧૦ મીમી (૦.૩૯ ઇંચ), મેંદરડામાં ૨ મીમી (૦.૦૮ ઇંચ) અને માણાવદરમાં ૧ મીમી (૦.૦૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લોઃ અમરેલી તાલુકામાં ૩૯ મીમી (૧.૫૪ ઇંચ), કુંકાવાવ-વડિયામાં ૩૮ મીમી (૧.૫૦ ઇંચ), બગસરામાં ૨ મીમી (૦.૦૮ ઇંચ) અને બાબરામાં ૬ મીમી (૦.૨૪ ઇંચ) વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લોઃ જેતપુર તાલુકામાં ૩૧ મીમી (૧.૨૨ ઇંચ), ઉપલેટામાં ૨૦ મીમી (૦.૭૯ ઇંચ), ધોરાજીમાં ૧૮ મીમી (૦.૭૧ ઇંચ), ગોંડલમાં ૧૫ મીમી (૦.૫૯ ઇંચ) અને જામકંડોરણામાં ૧૨ મીમી (૦.૪૭ ઇંચ) વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લોઃ ગીર ગઢડા તાલુકામાં ૧૪ મીમી (૦.૫૫ ઇંચ) વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લોઃ સતલાસણામાં ૧૨ મીમી (૦.૪૭ ઇંચ) અને વિજાપુરમાં ૯ મીમી (૦.૩૫ ઇંચ) વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લોઃ ઇડર તાલુકામાં ૭ મીમી (૦.૨૮ ઇંચ), વડાલીમાં ૫ મીમી (૦.૨૦ ઇંચ) અને પોશીનામાં ૫ મીમી (૦.૨૦ ઇંચ) વરસાદ નોંધાયો છે.બનાસકાંઠા જિલ્લોઃ હડાદ તાલુકામાં ૨ મીમી (૦.૦૮ ઇંચ) વરસાદ નોંધાયો છે.
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતા છે. ભારતીય હવામાન વિભાગની આજની ઉપલબ્ધ આગાહી મુજબ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ આજે આ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માં નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલી પંથકમાં કયાંક હળવો વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
