<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સોરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોધમારના બદલે હળવો વરસાદઃ તાલાલામાં દોઢ ઇંચ

ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર જીલ્લામાં પ્રથમ રાઉન્‍ડમાં ભારે વરસાદ બાદ હવે કયાંય ભારે વરસાદ વરસતો ન હોવાથી ચિંતા

 

રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધોધમારના બદલે હળવો વરસાદ વરસતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં દોઢ ઇંચ જયારે અન્‍યત્ર હળવા- ભારે ઝાપટા વરસ્‍યા છે.

કેશોદ

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ કેશોદ વિસ્‍તારમાં છેલ્લા પાંચ દિવસથી પヘમિી પવનો વાદળો ને ખેંચી લાવતા ગરબો છાશવારે વરસાદ વરસી જાય છે. ગઈકાલથી વરસાદ નો પ્રભાવ થોડો વધુ જોવા મળેલ છે. જે આજે સવારે પણ યથાવત જોવા મળે છે.

આ વિસ્‍તારમા અષાઢી બીજની પૂર્વ સંધ્‍યા થી સર્જાયેલ ધૂપ-છાવ જેવા વાતાવરણ વચ્‍ચેવ રસાદી માહોલ ઉભો થવા પામેલ છે. જોકે, આમ છતાં આ દરમિયાન આંકડા કીય દ્રષ્ટિ એ નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ પડેલ નથી. પરંતુ આ પાક માટે આ હળવો અને સામાન્‍ય વરસાદ પણમહત્‍વનો સાબિત થયેલ છે. થોડીવાર માટે સામાન્‍ય છાંટા , હળવા ઝાપટા કે સરવડા ના રૂપમાં દિવસ અને રાત્રી દરમિયાન દરરોજ એકથી વધુ વખત સમયાંતરે વરસી જતા રોડ પરથી પાણી વહેવા લાગે છે.

આ અંગે જાણકારો ના જણાવ્‍યા મુજબ પ્રવર્તમાન વરસાદ ખેતરોમાં ઊભા પાક માટે ફાયદા રૂપ બનેલ છે. સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ઘણા વિસ્‍તારોમાં હજુ વરસાદ નહિવત પ્રમાણમાં પડેલ છે. જ્‍યારે કેટલાક કિસ્‍સાઓમાં તો હજુ વાવણી લાયક વરસાદની રાહ જોઈએ ખેડૂતો બેઠા છે ! તેવા સમાચારો સાંભળવા મળી રહ્યા છે ત્‍યારે આ સ્‍થિતિ વચ્‍ચે કેશોદ વિસ્‍તારમાં સીઝનનો સૌ પ્રથમ વરસાદ વાર્ષિક સીઝન ની કુલ જરૂરતનો ૭૫% જેવો ત્રણ દિવસમાજ વરસી ગયેલ હતો. બાદમા આ વિસ્‍તારમાં વાવણી કાર્ય પૂર્ણ થયા બાદ ઓછી-વધતી માત્રા મા પાક ને અનુકૂળ વરસાદ શાંત રીતે વરસી રહ્યો છે.

દરમિયાન આજે સવારે પણ વરસાદની માહોલ યથાવત રહેવા પામેલ છે. છેલ્લા ૨૪ કલાકમાં અડધો ઇંચ (૧૧ મી. મી.) વરસાદ કંટ્રોલ રૂમ ખાતે નોંધાયેલી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ મહતમ તાપમાન ૩૪.૫, લઘુતમ ૨૭, ભેજ ૮૨ ટકા અને પવનની ઝડપ ૧૨.૫ કિ.મી. રહી હતી.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

ગીર સોમનાથ

ગીરગઢડા    ૪              મી.મી.

તાલાલા      ૨૭         મી.મી.

પાટણ-વેરાવળ       ૮           મી.મી.

કોડીનાર     ૧૧       મી.મી.

ઉના         ૯            મી.મી.

અમરેલી

કુંકાવાવ-વડિયા      ૧૯         મી.મી.

બાબરા               ૪          મી.મી.

લીલીયા      ૨           મી.મી.

અમરેલી     ૮           મી.મી.

ધારી         ૯          મી.મી.

જાફરાબાદ   ૭          મી.મી.

જામનગર

લાલપુર      ૫          મી.મી.

દેવભુમી દ્વારકા

ભાણવડ ૧       મી.મી.

(11:00 AM IST)