<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

મહુવાના ખરેડ ગઢડામાં સિંહનો હુમલોઃ ૩૪ વર્ષીય યુવકનું મોત, પીગળેશ્વર પાસેથી ખોપડી મળી આવી

ફોરેસ્‍ટ વિભાગ ઘટનાસ્‍થળે દોડ્‍યું, શરીરના અન્‍ય અવયવો શોધવા તજવીજ હાથ ધરાઈ

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૧૮: મહુવા તાલુકાના ખરેડ ગઢડા ગામ નજીક સિંહના હુમલામાં ૩૪ વર્ષીય યુવકનું મોત થયાની દુર્ઘટનાસભર ઘટના સામે આવી છે. મળતકનું નામ નાગજીભાઈ પ્રેમજીભાઈ ગુજરી છે. પ્રાથમિક માહિતી મુજબ યુવક પર સિંહે હુમલો કરી ફાડી ખાધો હોવાનું મનાય છે.

ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિકો દોડી આવ્‍યા હતા. તપાસ દરમિયાન પીગળેશ્વર પાસેથી યુવકની ખોપડી મળી આવી છે. શરીરના અન્‍ય અવયવો હાલ લાપતા છે અને તેને શોધવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્‍તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું છે.

ઘટનાની જાણ થતાં જ ફોરેસ્‍ટ વિભાગની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. અધિકારીઓએ સમગ્ર વિસ્‍તારની તપાસ કરી અને પુરાવા એકત્ર કર્યા છે. મળતકના પરિવારને સરકારી સહાય અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફોરેસ્‍ટ વિભાગે ગામના લોકોને સાંજ બાદ બહાર નીકળવા અને સાવચેતી રાખવાની સૂચના આપી છે.

આ વિસ્‍તારમાં સિંહની વસ્‍તી વધુ હોવાથી અવારનવાર માનવી-વન્‍યજીવ સંઘર્ષની ઘટનાઓ સામે આવે છે. સ્‍થાનિક ગ્રામજનોએ તંત્ર પાસે સિંહને રેસ્‍કયુ કરીને સુરક્ષિત વિસ્‍તારમાં ખસેડવાની માંગ કરી છે. હાલ પોલીસ અને ફોરેસ્‍ટ વિભાગે સાથે મળીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:13 AM IST)