<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

સાવરકુંડલાના મેરીયાણા ગામમાં ફેન્સિંગ તારમાં ફસાયેલા સિંહબાળનું મોત

વન વિભાગની ટીમને સિંહ બાળને બહાર કાઢવામાં અને રેસ્ક્યુ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામની એક વાડીની ફરતે કરવામાં આવેલી લોખંડની તાર ફેન્સિંગમાં એક માસૂમ સિંહ બાળ અચાનક ફસાઈ ગયું હતું. આશરે 6 મહિનાની ઉંમર ધરાવતું આ નિર્દોષ સિંહ બાળ લોખંડના તારમાં એવી રીતે અટવાયું હતું કે તે લાંબા સમય સુધી ત્યાં જ તડપતું રહ્યું અને આખરે તરફડિયાં મારીને તેનું કરુણ મોત નીપજ્યું હતું. વન વિભાગની ટીમને સિંહ બાળને બહાર કાઢવામાં અને રેસ્ક્યુ કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે જહેમત બાદ બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરાયું હતું.  

(9:55 PM IST)