News of Friday, 27th November 2026
સુત્રપાડામાં ફરી વાર સિંહની લટાર :સંજય નગર કોલોની નજીક મોડી રાત્રે સિંહે રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કર્યા
સિંહની આ લટાર આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ: સિંહની અવરજવરને પગલે સ્થાનિકોમાં ફફડાટ

ગીર સોમનાથના સુત્રાપાડામાં ફરી એકવાર સિંહની અવરજવર જોવા મળી છે. સંજય નગર કોલોની નજીક મોડી રાત્રે સિંહે રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કર્યા હતા. સિંહની આ લટાર આસપાસ લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સુત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં સિંહોના ધામા જોવા મળી રહ્યા છે. મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં સિંહની અવરજવરને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ વિસ્તારમાં સિંહોની સતત હાજરીને લઈને લોકોમાં ચિંતા જોવા મળી રહી છે
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
