<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

પોરબંદરની ઓટો કન્‍સલ્‍ટની ઓફીસમાં દારૂ અને જૂગાર દરોડોઃ ૭ ઝડપાયા

જૂગાર રમતા ૭ શખ્‍સો ૮૩,૪૦૦ની રોકડ સાથે ઝડપાયાઃ ચેકિંગ દરમિયાન ઓફીસમાંથી ઇંગ્‍લીશ દારૂની ૪ર બોટલો ૧૭૩૬ની મળી આવીઃ દારૂ આપી જનારા અને નાસી જનારા અન્‍ય બે શખ્‍સો નાસી ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૩ :.. એલસીબી ટીમે બોખીરા ૪ માઇલ રોડ ઉપર આવેલી સોનલ ઓટો કન્‍સલ્‍ટની ઓફીસમાં દરોડો પાડીને જૂગાર રમતા ૭ શખ્‍સોને ૮૩,૪૦૦ની રોકડ સાથે પકડી લીધા હતાં.

આ જૂગાર દરોડા દરમિયાન ચેકીંગ કરતા આ ઓફીસમાં ઇંગ્‍લીશ દારૂની ૪ર બોટલો રૂા. ૧૭ર૬ ની મળી આવી હતી.

આ દારૂ ઓફીસમાં પહોંચાડનારા અન્‍ય બે શખ્‍સો નીલેશ ઘેલાભાઇ બોખીરીયા અને અરશી કરશનભાઇ મોઢવાડીયા પોલીસના હાથ આવ્‍યા નહોતાં. પોલીસ આ દરોડામાં જૂગાર અને દારૂનો ગુન્‍હો નોંધ્‍યો છે.

બોખીરા તરણ માઇલ રોડ ઉપર સોનલ ઓટો કન્‍સલ્‍ટ નામની ઓફીસમાં પોલીસે  દરોડો પાડીને આ ઓફીસમાં જુગાર ખેલતા રાજુ કારાભાઇ ઓડેદરા, મેરૂ વિરમભાઇ મેયારીયા, માલદે કેશવભાઇ, પ્રતાપ હરદાસભાઇ, પરબત હમીરભાઇ, અજય લખમણભાઇ તથા જીતેન્‍દ્ર દેવજીભાઇને ૮૩૪૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

દરોડાની આ કામગીરીમાં એલસીબી આઇ/સી પીઆઇ એચ.એમ.જાડેજા તથા એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, રાજેન્‍દ્રભાઇ જોષી, સલીમભાઇ, પઠાણ, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા તથા ઉપેન્‍દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, લક્ષ્મણભાઇ ઓડેદરા, વિરેન્‍દ્રસિંહ પરમાર, નાગાજણભાઇ પરમાર તથા પીસી નટવરભાઇ ઓડેદરા તથા ડ્રા. જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.

(12:07 PM IST)