તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
કમલાબાગ વિસ્તારમાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરીના ગુનામાં દારૂ બનાવવાનો સામાન મોકલનાર તથા પોરબંદરમાં દારૂ બનાવનાર આરોપીને હળવદથી પકડી પાડતી પોરબંદર એલ.સી.બી. : જુઓ વિડિયો
પકડાયેલ આરોપીના એક દિવસના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર:મૂળ રાજસ્થાનના વિકાસ ઉર્ફે વિક્રમદાસ ઉર્ફે ભાઇસાબ ગોપાલરામ ગોદારાની શોધખોળ

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા (I.P.S.) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (I.PS) દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. I/C પો.ઇન્સ. આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના PC નટવરભાઇ ઓડેદરા ને ખાનગીરાહે હકીકત મળેલ કે, કમલાબાગ પો.સ્ટે. ગુર.નં A-11218009260362/૨૦૨૬ પ્રોહી ક. ૬૫ઇ, ૬૭, ૮૧, ૮૩ તથા BNS ક. ૩૩૬(૨), ૩૩૬(૩),૩૪૦(૨), ૬૧(૨) મુજબના ગુનાના કામે આરોપી નં.૧ બાબુ કેશવભાઇ ઓડેદરાએ પોતાના કબ્જા હવાલાવાળા ડેલામાં ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવા પોતાના અંગત લાભ સારૂ રૂા. ૫૦,૦૦૦/- માં આરોપી નં. ર રણજીત લીલાભાઇ ભુતીયા તથા નં. ૩ ભરત લીલાભાઇ ભુતીયા તથા નં. ૪ ભોલા દિપકભાઇ ખુંટીને ભાડે આપતા ઉપરોકત ત્રણેય આરોપીઓએ અગાઉથી નક્કી કર્યા મુજબ કાવતરૂ રચી રોયલ ચેલેન્જ તથા રોયલ સ્ટગના માર્કાનો ખરા તરીકે વેચાણ કરવા સારૂ ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા રેઇડ દરમ્યાન ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાનો સામાન જેમાં ઢાંકણા, સ્ટીકર, પટ્ટીઓના રોલ, પુઠ્ઠાના બોક્ષ, સેલોટેપ ના રોલ, ઇંજીકશન, આલ્કોહલ માપવા માટેનું મીટર, કાચની ખાલી બોટલો, પુઠ્ઠાના બોક્ષ તથા કેમીકલ ભરેલ બેરલો તથા કેન તથા બોટલો તથા ડબલા તથા ટાંકો તથા મોબાઇલ ફોન મળી કી.રૂા. ૮૮,૨૯૦/- તથા તૈયાર ભારતીય બનાવટના વિદેશી દારૂની રોયલ ચેલેન્જ પ્રીમીયમ ડીલક્ષ વ્હીસ્કી કંપનીની બોટલો નંગ-૪૫૬ કી.રૂા. ૩,૧૨,૮૧૬/- મળી કુલ કી.રૂા. ૪,૦૧,૧૦૬/- ના મુદામાલ સાથે આરોપી નં.૧ મળી આવી પકડાઇ જઇ આરોપી નં.ર તથા નં.૩ તથા નં.૪ હાજર નહી મળી આવી ગુન્હો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા બાબતેનો ગુનો રજી. થયેલ અને સદરહું ગુનામાં પકડાયેલ ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાનો સામાન મોકલનાર તથા પોરબંદર ખાતે આવીને ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનાર પકડવાનો બાકી આરોપી વિક્રમદાસ ઉર્ફે ભાઇસાબ ગોપાલરામ જાટ રહે. કાનસર ગામ તા.નોર જી. હનુમાનગઢ રાજસ્થાનવાળો મોરબી જીલ્લાના હળવદ ખાતે હોવાની હકીકત આધારે ASI રણજીતસિંહ દયાતર તથા ગોવિંદભાઇ મકવાણા તથા HC વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરાને ઉપરોકત આરોપીની તપાસમાં મોરબી ખાતે મોકલતા મોરબી હળવદ ખાતે થી આરોપી વિકાસ ઉર્ફે વિક્રમદાસ ઉર્ફે ભાઇસાબ ગોપાલરામ ગોદારા ઉ.વ.૪૦ રહે. કાનસર ગામ ભુરાખાલી વાસ બબુતા મંદીર પાસે તા.નોર જી. હનુમાનગઢ રાજસ્થાનવાળો મળી આવતા મજકુર આરોપીને ઉપરોકત ગુનાના કામે વધુ પુછપરછ અર્થે અત્રે એલ.સી.બી ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપી પાસે થી મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂા. ૫૫૦૦/- તથા પોતાના ફોટાવાળા ડુપ્લીકેટ નામના આધારકાર્ડ નંગ-03 તથા ડ્રાઇવીંગ લાયસન્સ નંગ-૦૧ મળી આવતા સદરહું ડુપ્લીકેટ આધારકાર્ડ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપીને નામ.કોર્ટમાં રીમાન્ડ રીપોર્ટ સાથે રજુ કરતા દિન-૦૧ ના પોલીસ કસ્ટડીના રીમાન્ડ મંજુર થયેલ છે. તેમજ પકડાયેલ આરોપી નીચે મુજબના ગુનામાં પકડવાનો બાકી છે.
વિકાસ ઉર્ફે વિક્રમદાસ ઉર્ફે ભાઇસાબ ગોપાલરામ ગોદારા ઉ.વ.૪૦ રહે. કાનસર ગામ ભુરાખાલી વાસ બબુતા મંદીર પાસે તા.નોર જી. હનુમાનગઢ રાજસ્થાન
પકડાયેલ આરોપી નીચે મુજબના ગુનામાં પકડવાનો બાકી છે:-
બનાસકાંઠા થરા પો.સ્ટે. ગુ.ર.નં. A-11195051260402/૨૦૨૬ પ્રોહી. ક. ૬પઇ, ૬૭, ૮૧, ૧૧૬બી, BNS ક. ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(3), ૩૪૦(૨), ૬૧(૨) મુજબ.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
ગાંધીનગર ચીલોડા પો.સ્ટે. ગુ.ર.નં.થર્ડ- ૭૮/૨૦૧૩ પ્રોહી. ક. ૬૬(૧)બી, ૬૫એ, ઇ, ૧૧૬બી, ૮૧ મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમાં LCB I/C PI આર.કે.કાંબરીયા તથા ASI બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, ઉદયભાઇ વરૂ, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, કુલદીપસિંહ જાડેજા તથા HC સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુભાઇ મક્કા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા PC નટવરભાઇ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ તથા ડ્રા. HC જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
