તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
જોધપુરથી આવેલ કાચની બંગડીઓના પાર્સલમાંથી દોઢ લાખનો દારૂ નિકળ્યોઃ અંજાર પોલીસનો સપાટો

ભુજ તા.૨૪: અંજાર મધ્યે આવેલ ગુલામબીલ પાસે કચ્છ હાઇવે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં શંકાસ્પદ પાર્સલ હોવાની જાણ મળતા તુરંત પોલીસ ટીમ નાઓએ રેઈડ કરી કાચની બંગડીઓના શંકાસ્પદ પાર્સલ ચેક કરતા તેના અંદરથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવતા સદર માલ બાબતે ગોડાઉનના મેનેજર પાસેથી બિલ બિલ્ટી માંગતા સદર બીલ જોતા ઉષા બેંગલ્સ ૨હે, ૨૬ કસ્તુરીબા નગર ગાવ પાલી રાજસ્થાન ૫૯ ઘાશી કોલોની, ૧૨ વી.આઈ. રોડ, જોધપુર વાળાના નામથી તેઓએ હિંમત જોઈશર રહે, માંડવી કચ્છ તથા ઉદય અવિંદ માતંગ રહે. માંડવી કચ્છ ગુજરાત વાળાને ખોટા બીલ બિલ્ટી બનાવી પ્રોહી મુદામાલ મોકલેલ હોવાનુ જણાઈ આવતા જે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી મજકુર આરોપીઓને પકડવા માટે એક ટીમ મોકલી આપી બાતમી આધારે પ્રોહી મુદામાલ મંગાવનાર મજકુર ત્રણ આરોપીઓને પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હાથ ધરેલ છે. તપાસ દરમ્યાન (૧) હિંમત સુરેશભાઈ જોઈસર રહે. બાબાવાડી માંડવી મુળ રહે.જામનગર (૨) ઉદય અરવિંદભાઈ માંતગ રહે.દુર્ગાપુર તા.માંડવી (૩) હુશેન સલીમ શેખડાડા ૨હે.દુર્ગાપુર નવાવાસ તા.માંડવી ઝડપાઇ ગયા હતા.આ ઉપરોકત કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એચ.એ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેકટર એસ.જી.વાળા તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
