<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

જૂનાગઢના સાતલપુર પાસેના ફાર્મમાંથી પોણા ત્રણ લાખનો દારૂ ઝડપાયોઃ એકની ધરપકડઃ બે આરોપી ફરાર

 

જુનાગઢ, તા. ૧પઃ સાંતલપુર ગામ, ઓઝત નદીના કાંઠા પાસે ‘માં બારકા' ફાર્મ માં વિપુલ જેઠાભાઇ મોરી તથા ચના રાણાભાઇ મોરી રહે. બંન્ને ગાંધીગ્રામ વાળાઓ ભાગીદારીમાં બહારના રાજયમાંથી વિદેશી દારૂનો જથ્‍થો મંગાવી હેરા-ફેરી કરે છે અને તેની આ પ્રવળતિ હાલમાં ચાલુ છે. તેવી હકિકત મળતા સાંતલપુર બેરણ સીમ વિસ્‍તારમાં આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા ઓરડીમાં કબુતરી કલરના પતરા ખુલા ખાલી બેરલો નંગ-૧૦ તથા પેક બેરલ નંગ-૫ મળી આવેલ. જે પેકપાંચેય બેરલોના ઢાંકણા હથોળી તથા છીણી વડે તોડી ખોલી અંદર જોતા દારૂના પ્‍લાસ્‍ટીકના ચપટા (નાની બોટલ) મળી આવતા તમામ મુદામાલ કબ્‍જે કરી (૧) વિપુલ કૈલાશભાઇ રાઠોડ ઉવ.૨૫ રહે. મુળ ગામ કણઝાધાર તા. વંથલી હાલ રહે.સાંતલપુર ગામની બેરણ વિસ્‍તાર સીમમાં વલ્લભભાઇ વામજાની વાડીએ તા.વંથલી ને પકડી પાડેલ છે.

જયારે (૧) વિપુલ જેઠાભાઇ મોરી,         (૨) ચના રાણાભાઇ મોરી રહે. ગાંધીગ્રામ  ફરાર થઇ ગયા છે.

કબ્‍જેકરવામાંઆવેલમુદામાલઃ દારૂના ચપટા નંગ- ૧૫૩૬ કિ.રૂા.૨,૬૪,૦૯૬/- મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- (૩) ખાલી બેરલ નંગ-૩ કિ.રૂા.૧,૫૦૦/- કુલ કિ.રૂ.૨,૭૫,૫૯૬/-નો છે.

ક્રાઇમબ્રાન્‍ચનાપોલીસ ઇન્‍સ. કળણાલ એમ. પટેલ તથા પો. સબ ઇન્‍સ.  પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ. યશપાલસિંહ જાડેજાતથાપો.હે.કો. વનરાજસિંહ ચુડાસમાતથા પો.કોન્‍સ. જેઠાભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે

(1:15 PM IST)