<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

જુનાગઢ પાસે ૬ લાખનો દારૂ ઝડપાયો

ધંધુસર- મેંદરડાના શખ્‍સે મંગાવેલઃ રાજસ્‍થાની કાર ચાલકની અટક

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૪: જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી/વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્‍તનાબુદ કરવા અને ગે.કા. પ્રવૃતિને સંપૂર્ણપણે ડામી દેવા ઉપર અધિકારીશ્રીઓ તરફથી કડક સૂચના થયેલ હોય. જે અન્‍વયે ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના વિક્રમભાઈ પરમાર તથા દિપકભાઈ ચૌહાણને હકિકત મળેલ કે, એક સફેદ કલરની ક્રેટા કાર રજી નં. જીજે-૨૭-ઇડી-૮૬૦૧નો ચાલક બહારના રાજયમાંથી વિદેશી દારૂનો જથ્‍થો ભરીને જયેશ કનુભાઈ મુળીયાસીયા રહે. ધંધુસર તથા સમીર રમેશભાઈ સાહીયા રહે. મેંદરડા વાળાને જૂનાગઢ, ગાંધીગ્રામ, સુરજ સિનેપ્‍લેક્‍સની પાછળના ભાગે થઈ આપવા જવાનો છે. હકિકત વર્ણનવાળી જગ્‍યાએ વોચમાં રહેતા કાર આવતા રોકાવી ચેક કરતા પુંઠાની પેટીઓ સાથે મળી આવતા. જે પુંઠાની પેટી ખોલી જોતા દારૂની અલગ અલગ બ્રાન્‍ડના પ્‍લાસ્‍ટીકના ચપટા (નાની બોટલ) મળી આવતા તમામ મુદામાલ કબ્‍જે કરી મજકુર  રાજસ્‍થાની ઈસમની અટક કરી ગુન્‍હો રજી. કરવામાં આવેલ.

પકડવાના બાકી આરોપીઓમાં (૧) સંજયકુમાર સઓ અર્જુનરામ હેમારામ બિશ્નોય, ઉ.વ.૨૧ રહે. ઠાકોકી રાણી, ગુડામાલાની જી.બાડમેર, ચુનીરામ ઉર્ફે વીરદારામ રહે. બાયતુ, બાડમેર, રાજસ્‍થાન (૩) છોટા પીરારામ રહે. સાંચોર, રાજસ્‍થાન (૪) પ્રકાશ નામનો માણસ (૫) જયેશ કનુભાઇ મુળીયાસીયા રહે. ધંધુસર તા.વંથલી  (૬) સમીર રમેશભાઈ સાહીયા રહે. મેંદરડા ફરાર છે.

કબ્‍જે કરવામાં આવેલ મુદામાલ દારુની પ્‍લા.ના ચપટા નંગ-૨૬૮૮ કિ.રૂ.૬,૦૪,૮૦૦, મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- (૩) રોકડા રૂા.૩,૦૦૦/- (૪)ક્રેટા કાર કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૬, ૧૭,૮૦૦નો છે.

ક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. કળણાલ એમ. પટેલ તથા પો. સબ ઇન્‍સ.  ડી.પી.ભાટી તથા એ.એસ.આઇ. સામતભાઇ બારીયા તથા પો.કોન્‍સ. વિક્રમભાઈ પરમાર, દિપકભાઈ ચૌહાણ, અજયસિંહ ચુડાસમા, રાજુભાઇ કટારા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.(

(1:29 PM IST)