<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

બજાણાના સેડલા ગામે ટ્રકમાંથી ૭૬ાા લાખનો દારૂ કબ્‍જે

વઢવાણ તા.૧૫: બજાણાના સેડલા ગામના ભરત પાટી સીમ વિસ્‍તારમાં એક શંકાસ્‍પદ ટ્રકની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૧,૨૨૦ બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા આ દારૂના જથ્‍થાની કિંમત ૭૬,૫૬,૦૦૦ રૂપિયા આંકવામાં આવી છે.

પોલીસે દારૂના જથ્‍થા સાથે ૨૫,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતનો ટ્રક પણ જપ્ત કર્યો છે. આમ, કુલ ૧,૦૧,૫૬,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ હસ્‍તક લેવામાં આવ્‍યો છે.

આ મામલે બજાણા પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશન એક્‍ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે ટ્રકના ચાલક, માલિક, દારૂ મોકલનાર અજાણ્‍યા શખ્‍સ અને દારૂ મંગાવનાર ગેડીયા નિવાસી બિલ્‍કીસબાનુ હનીફખાન મલેક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ રેકેટમાં સંડોવાયેલા અન્‍ય આરોપીઓને પકડવા માટે તપાસ ચલાવી રહી છે.(૨

(11:09 AM IST)