તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
અમરેલીમાં રવિવારે પી.પી. સોજીત્રા દ્વારા લોન સ્કોલરશીપ અર્પણ સમારોહ યોજાશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૬ : અમરેલીનાં સ્વૅદ્રષ્ટા પી.પી.સોજીત્રાનાં ૬૨માંજન્મદિવસ નિમિતે ૧૦૦ થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. તેના પ્રત્યુતરમાં પી.પી.સોજીત્રાએ આર્થિક જરૂરીયાતમંદ તેજસ્વી બાળકોને અભ્યાસ માટે મદદરૂપ થવા ફાઉેશનમાં ૨ કરોડનું અનુદાન જાહેર કર્યુ તે પૈકી ૨ કરોડ ૭૫ લાખનાં ફંડમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓને લોન સ્કોલરશીપ આપવાનું સતત ત્રીજા વર્ષે પણ નકકી કર્યુ છે. તે મુજબ રાજ્યનાં શિક્ષણ મંત્રી ડો. પ્રધુમન વાજાના હસ્તે તા. ૨૦-૯-૨૬ રવિવારે બપોરે ૩.૩૦ થી ૫.૩૦ કલાક સુધી એન્જલ લોર્ડસ જુના માર્કેટયાર્ડ અમરેલી ખાતે યોજાશે. આ પ્રસંગે મંત્રી કૌશિકભાઇ વેકરીયા તથા સાંસદ ભરતભાઈ સુતરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, પાલિકા પ્રમુખ વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા ઉપસ્થિત રહેશે. તેમ ડો.ભરત કાનાબાર (પ્રમુખ રેડક્રોસ) ભાવિન સોજીત્રા ચેરમેન માર્કેટયાર્ડ તથા શૈલેષ સંઘાણીપુર્વ ચેરમેન માર્કેટયાર્ડ, કમલેશભાઇ ગરણીયા આહિર સમાજ પ્રમુખ અને નાગરીક બેંકનાં પુર્વ પ્રમુખ જયેશ નાકરાણી તથા અમરેલી નાગરીક બેંકનાં ડિરેક્ટર ચેતન રાવળે જણાવ્યુ છે.
સર્પદંશ
ખાંભાતાલુકાનાંચકરાવા ગામે ભરતભાઈ રામભાઈ વાઘેલા ઉ.વ.૩૦ ગુણાભાઈ આપાભાઈ ભુવાનીવાડીએ મજુરી કામ કરતા હોય.અને ખેતરની બાજુમ નેવડે કુદરતી હાજતે બેઠેલ હોય.જે દરમ્યાન કોઈ ઝેરી જનાવર ડાબા પગનાં અંગુઠે દંશ મારતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
