તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ગોંડલના ચાના ધંધાર્થી પાસે વ્યાજખોરોએ ક્રેટા કાર પડાવી લીધીઃ ૪ સામે ગુન્હો નોંધાયો
ગોંડલના વશીમ આરબ, અનીલ ધ્રાંગા, રાજકોટના બ્રીજરાજસિંહ જાડેજા તથા અર્જુનસિંહ જેઠવા સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ તા. ર૦: ગોંડલના ચાના ધંધાર્થી પાસેથી વ્યાજખોરોએ ક્રેટા કાર પડાવી લેતા પોલીસમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ ગોંડલ કોર્ટ પાસે ચાનો ધંધો કરતા ધર્મેશભાઇ મનસુખભાઇ મકવાણા રહે. ગોંડલ શીવમ સોસાયટી નવા માર્કેટીંગ યાર્ડ પાછળ બ્લોક નં. એએ-ર૩ એ આરોપી (૧) વશીમ આરબ રહે ગોંડલ (ર) અનીલ ધ્રાંગા, (૩) બ્રીજરાજસિંહ ઉર્ફે કાનાભાઇ જાડેજા રહે. રાજકોટ તથા (૪) અર્જુનસિંહ ભાવસિંહ જેઠવા રહે. રાજકોટ સામે ગોંડલ બી ડિવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને ધંધામાં રૂપિયાની જરૂર પડતા આરોપી નં. ૧ અને ર મારફતે આરોપીને ૩ પાસેથી ૧૦ ટકા લેખે ર લાખ રૂા. વ્યાજે લીધા હતા પ્રથમ એક લાખ રૂપિયા આપ્યા બાદ બીજે દિ' બાકીના ૮૦,૦૦૦ રૂપિયા લેવા રાજકોટ જતા આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી પૈસાની ગેરંટી પેટે ફરીયાદી પાસેથી બળજબરીથી ફરીયાદીના હવાલા વાળી ક્રેટા ગાડી રજી. નં. GJ-01-RV-4896 વાળી પડાવી લઇ વ્યાજની ઉઘરાણી કરી એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદ અન્વયે બી ડિવીઝન પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
