<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

સુરેન્દ્રનગરના દૂધરેજની શાળામાં સ્થાનિક આગેવાનો દ્વારા અચાનક તપાસ :મધ્યાહન ભોજનની ગુણવત્તા સામે સવાલ

બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની આવી સામગ્રીથી તેમના સ્વાસ્થ્ય અને પોષણને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી

સુરેન્દ્રનગરના દૂધરેજની શાળામાં સ્થાનિક આગેવાનો દ્વારા અચાનક તપાસ કરવામાં આવતા મધ્યાહન ભોજન માટેના અનાજમાં જીવડા જોવા મળ્યા હતા. ચણાનો જથ્થો સડેલો હોવા ઉપરાંત ઘઉં પણ સડીને ભૂકો થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે તેલમાં પણ ફીણ જોવા મળતા સામગ્રીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે. બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની આવી સામગ્રીથી તેમના સ્વાસ્થ્ય અને પોષણને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

(8:10 PM IST)