<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

સૌરાષ્ટ્રની 404 વર્ષ જૂના જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના દાણીધાર ગામમાં આવેલ પ્રાચીન દાણીધાર ધામમા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

પૂ.નાથજીદાદા અને પૂ. ઉપવાસી બાપુની તપોભૂમિમાં ચરણ પાદુકા પૂજન સાથે ધાર્મિક કાર્યક્રમ : ટ્રસ્ટ દ્વારા સર્વે ભક્તોને સહકુટુંબ નિમંત્રણ પાઠવાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫ : સૌરાષ્ટ્રની અતિ પ્રાચીન અને પૌરાણિક એવી શ્રી નાથજીદાદાની જગ્યા દાણીધાર ધામમાં આ વર્ષે ગુરૂપૂર્ણિમા પર્વ ધામધૂમપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

404 વર્ષ જૂની અને "તુ હી રામ પ્યારે રામ"ના નાદથી ગુંજતી આ પાવનકારી ભૂમિ સંતશ્રી નાથજીદાદા તેમજ સંતશ્રી ઉપવાસી બાપુની તપોભૂમિ તરીકે જાણીતી છે. અહીં બાર જીવાત્માઓની ચૈતન્ય સમાધિ પણ આવેલી છે.

શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટના આયોજન અનુસાર વિક્રમ સંવત 2082 અષાઢ સુદ 15 (પૂનમ) એટલે કે  ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે.

કાર્યક્રમ અંતર્ગત બુધવાર તા. 29-07-2025ના સવારે 7-15 કલાકે ગુરૂપૂર્ણિમાના ઉત્સવની ઉજવણીમાં ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવશે. 

આ પાવન પ્રસંગે શ્રી નાથજીદાદા ટ્રસ્ટ, શ્રી નાથજી દાણીધાર ગૌશાળા ટ્રસ્ટ અને મહંતશ્રી સુખદેવદાસજીબાપુ ગુરુશ્રી ચતુર્ભુજદાસજી (શ્રી ઉપવાસી બાપુ) દ્વારા સમસ્ત સેવક ગણ તેમજ ધર્મપ્રેમી ભાવિક ભક્તોને સહકુટુંબ, મિત્રમંડળ સહિતને મુ.દાણીધાર, પોસ્ટ: મુળીલા, તા. કાલાવડ (શિતલા), જી. જામનગર-361150  

સંપર્ક: 98244 75175 ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે

(3:58 PM IST)