News of Friday, 19th June 2026
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર આવેલા પારડી ગામ પાસે વાહનોની લાંબી કતારો:૨ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિકજામ
ગંભીર જામના કારણે હાઈવે પરથી પસાર થતા સેંકડો મુસાફરો અને વાહનચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું

રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર આવેલા પારડી ગામ પાસે અચાનક વાહનોની લાંબી કતારો લાગતાં ૨ કિલોમીટર જેટલો લાંબો અને પ્રચંડ ટ્રાફિકજામ સર્જાયો હતો. આ ગંભીર જામના કારણે હાઈવે પરથી પસાર થતા સેંકડો મુસાફરો અને વાહનચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું હતું અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સૌથી ચિંતાજનક દ્રશ્યો એ સામે આવ્યા હતા કે, આ ભીડમાં એક દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ પણ લાંબો સમય સુધી ફસાઈ રહી હતી. હજુ તો ચોમાસાની વિધિવત શરૂઆત પણ નથી થઈ ત્યાં જ હાઈવે પર સર્જાયેલી આ અરાજકતાને પગલે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થાપન સામે સ્થાનિક લોકો દ્વારા આકરા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
(10:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
