News of Wednesday, 13th May 2026
કચ્છના નલિયામાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો: હાઈવે સુધી ટ્રાફિકજામથી વાહનચાલકો ભારે પરેશાન
વાહનચાલકો કલાકો સુધી પોતાની વારી આવવાની રાહ જોતા નજરે પડ્યા: સ્થાનિક પરિવહન વ્યવસ્થા પર પણ અસર પડી

કચ્છના નલિયામાં પેટ્રોલ પંપો પર અચાનક વાહનોની ભારે ભીડ ઉમટતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઈંધણ પુરાવવા માટે વાહનચાલકોની કતારો છેક હાઈવે સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે કલાકો સુધી લોકોએ હાલાકી ભોગવવી પડી હતી. આ ભીડને પગલે પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારોમાં પણ ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. વાહનચાલકો કલાકો સુધી પોતાની વારી આવવાની રાહ જોતા નજરે પડ્યા હતા, જેનાથી સ્થાનિક પરિવહન વ્યવસ્થા પર પણ અસર પડી હતી.
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
