તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Sunday, 20th September 2026
બોટાદના બંધ જીમમાં વિધર્મી સંચાલક અને મહિલા વાંધાજનક હાલતમાં ઝડપાતા લવ જેહાદની આશંકાએ મચાવી હલચલ
પાળિયાદ રોડ પર વિશ્વ હિન્દુ પરિષદના વિરોધ પ્રદર્શન વચ્ચે પોલીસે સંચાલક અને મહિલાને લીધા કસ્ટડીમાં; ૧૦ દિવસનું અલ્ટીમેટમ

બોટાદના પાળીયાદ રોડ પર આવેલા આનંદધામ કોમ્પ્લેક્સ સ્થિત 'ધ ફિક્સ ફિટનેસ ઝોન' જીમમાં વિધર્મી સંચાલક અને એક મહિલા વાંધાજનક હાલતમાં મળી આવતાં મામલો ગરમાયો હતો. જીમ સંચાલક વસીમ પર હિન્દુ મહિલાઓને વિવિધ સ્કીમોની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવવા અને રજાના દિવસે બંધ જીમમાં બોલાવી શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
ઘટનાની જાણ થતાં જ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના હોદ્દેદારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જીમ સામે વિરોધ પ્રદર્શન કરી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બોટાદ પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તપાસ દરમિયાન જીમના સીસીટીવી કેમેરા બંધ અને પડદા ઢાંકેલા માલૂમ પડ્યા હતા. પોલીસે સંચાલક અને મહિલાને પોલીસ સ્ટેશને લઈ જઈ તપાસ શરૂ કરી છે.
VHP એ આરોપ લગાવ્યો છે કે બોટાદમાં વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતા જીમમાં મહિલાઓને નિશાન બનાવવામાં આવી રહી છે. સંગઠને પોલીસ અને પ્રશાસનને અલ્ટીમેટમ આપતાં ચેતવણી આપી છે કે જો આગામી 10 દિવસમાં આરોપી સામે યોગ્ય કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે તો હિંદુ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓમાં સામાજિક સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યા છે, ત્યારે હાલ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ અને અન્ય ટેક્નિકલ પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મેડિકલ તપાસ અને નિવેદનો નોંધ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કડક રીતે કરવામાં આવશે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
