<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

ગોંડલના લોકમેળામાં યુવકની હત્‍યાઃ પિતરાઇ ભાઇ ગંભીર : જુઓ વિડીયો

છબીની ખરીદી કર્યા બાદ રૂપીયા માંગતા આરોપીઓએ નેફામાંથી છરી કાઢીને ઝીંકી દીધી... : આઇકોનીક લોકમેળામાં મોડી રાત્રીના લોહીયાળ જંગમાં છરી ઝીંકતા મધ્‍યપ્રદેશના રમાશંકર બર્મનનું મોતઃ વિશાલ શર્મા સારવારમાં : પ આરોપીઓની ધરપકડ

ગોંડલઃ શહેરના મેળામાં કાલે રાત્રીના હત્‍યા થતા સનસનાટી મચી ગઇ છે. તસ્‍વીરમાં મૃતક, ઇજાગ્રસ્‍ત, પોલીસ ટીમ, લોકોના ટોળા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) (૪.૫)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૦: ગોંડલ શહેરમાં વછેરાનાં વાડામાં ચાલી રહેલા આઇકોનિક મેળામાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેળામાં ફોટોફ્રેમ અને ભગવાન ની છબીઓ વેંચવાનો સ્‍ટોલ ચલાવીને રોજગારી મેળવતા એક પરપ્રાંતીય યુવાન પર વોરાકોટડા રોડ પર રહેતા રાહુલ નામનાં શખ્‍સ સહીત અન્‍ય ચાર શખ્‍સોએ  જીવલેણ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્‍યું હતુ.  આઇકોનિક મેળામાં  હત્‍યાની ઘટના બનતા મેળો માણી રહેલા લોકો માં નાશભાગ મચી ગઇ હતી.બનાવ ને પગલે પોલીસ દોડી ગઇ હતી. અને હત્‍યા નિપજાવી નાશી રહેલા રાહુલને ઝડપી લીધો હતો.

મળતક પાસેથી મળી આવેલા આધારકાર્ડમાં  મળતક યુવાનનું નામ રમાશંકર કમલપ્રસાદ બર્મન (ઉં.વ. ૨૫)હોવા નું અને તે મૂળ મધ્‍યપ્રદેશના પન્ના જિલ્લાના સુડોર ગામનો વતની હોવાનું જાણવા મળ્‍યું હતુ. રમાશંકર ગોંડલના આઇકોનિક મેળામાં પોતાનો સ્‍ટોલ લગાવીને વેપાર કરી રહ્યો હતો.

દરમ્‍યાન ગત રાત્રીનાં અગીયાર કલાકે વોરાકોટડા રોડ પર રહેતો રાહુલ રાજુભાઇ ડોડીયા અને અન્‍ય ત્રણ થી ચાર શખ્‍સો સ્‍ટોલ પર આવી છબી ખરીદી હતી.બાદ માં પૈસા આપ્‍યા વગર ચાલતી પકડતા રમાશંકરે પૈસા માંગતા રાહુલ સહીત નાં શખ્‍સોએ બોલાચાલી કરી જગડો કર્યો હતો.બાદ માં ઉશ્‍કેરાયેલા રાહુલે  રમાશંકર ને નેફા માંથી છરી કાઢી ઝીંકી દેતા રમાશંકર લોહીલુહાણ બન્‍યો હતો.આ તકરાર માં રમાશંકર નો પિતરાઇ વિશાલ શર્મા વચ્‍ચે પડતા તેને પણ છરી લાગતા તે ઇજાગ્રસ્‍ત બન્‍યો હતો.બનાવ બાદ રાહુલ સહીત નાં શખ્‍સો નાશી છુટયા હતા.

રાહુલ મેળા બહાર નિકળી નાશી રહ્યો હતો ત્‍યારે બંદોબસ્‍ત માં રહેલા પીઆઇ જી.એસ.ગઢવી તથા પીએસઆઇ સુરાણી એ નાશી રહેલા રાહુલ પાછળ દોટ મુકી દબોચી લીધો હતો. બીજી બાજુ રમાશંકરને છાતીનાં ભાગે છરીનો ઉંડો ઘા લાગ્‍યો હોય તે ઢળી પડ્‍યો હતો.

આ સમયે મેળા માં ફરી રહેલા શિવમ સાર્વજનિક ટ્રસ્‍ટ નાં જયભાઈ માધડ ને બનાવની જાણ થતા તેમણે સમય ગુમાવ્‍યા વગર લોહીલુહાણ રમાશંકરને પોતાનાં એકટીવામાં વચ્‍ચે અને પાછળ અન્‍ય વ્‍યક્‍તિને બેસાડી એકટીવા સિવિલ હોસ્‍પિટલ તરફ ભગાવ્‍યુ હતુ. હોસ્‍પિટલે ઈમરજન્‍સીમાં રમાશંકરને ખસેડાતા કોઈ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્‍યુ હતું.બનાવ ને પગલે ડીવાયએસપી કે.જી.ઝાલા ઘટના સ્‍થળે દોડી ગયા હતા.

બનાવ અંગે હત્‍યાનો ગુનો નોંધી તપાસનાં ચક્રોગતિમાન કરી પોલીસે હત્‍યામાં સામેલ અન્‍ય ચાર શખ્‍સોને રાત્રીનાં જ દબોચી લીધા હતાં.

તપાસનીસ પીઆઇ જી.એસ.ગઢવી એ જણાવ્‍યુ કે આરોપીઓની પુછપરછમાં ફોટોફ્રેમનાં ભાવતાલ અંગે ઝગડો થતા ઉશ્‍કેરાઈ જઈ આરોપીએ છરીનો વાર કર્યો હોવાની કબુલાત આપી છે.

આઇકોનિક મેળા માં હત્‍યાની ઘટના ને લઇ ને પોલીસે  આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની લાલઆંખ

છતા હત્‍યા

ગોંડલ આઇકોનિક મેળા માં લોકોની ભીડ વચ્‍ચે થયેલી હત્‍યા ની ઘટના એ શહેર માં સનસનાટી મચાવી મુકી છે. જન્‍માષ્ટમી પર્વમાં રેન્‍જ ડીઆઈજી નિર્લિપ્ત રાય બે થી ત્રણ દિવસ ગોંડલની વિઝીટ કરી લોકમેળા સહીત જન્‍માષ્ટમી ઉત્‍સવમાં કાયદો અને વ્‍યવસ્‍થાનુ ચુસ્‍ત પણે પાલન થાય તે માટે પોલીસ તંત્રને એલર્ટ કર્યુ હતું. કળષ્‍ણ જન્‍મ શોભાયાત્રા, સંગ્રામસિંહ હાઈસ્‍કૂલનાં મેદાનમાં યોજાતો નગરપાલિકા સંચાલીત લોકમેળો, આઇકોનિક મેળા સહીત કાયદો વ્‍યવસ્‍થા ને લઇ પોલીસ, એસઆરપી, હોમગાર્ડ નો બંદોબસ્‍ત ગોઠવાયો હતો. નગરપાલિકા સંચાલીત લોકમેળો હેમખેમ પુરો થયો પણ આઇકોનીક મેળા માં ગોંડલ પેટીયુ રળવા આવેલા નિર્દોષ  પરપ્રાંતીય યુવાનની હત્‍યા ની ઘટનાએ કાયદો વ્‍યવસ્‍થા નાં લીરેલીરા ઉડાવી મુકયા હતા. અને પોલીસનાં કડક બંદોબસ્‍ત ઉપર પાણી ફરી વળ્‍યું છે. પોલીસ તંત્રની  લાખ તકેદારી હોવા છતા સરાજાહેર હત્‍યાની ઘટના બની છે.(૨.૭)

ઝડપાયેલ આરોપીઓ

ગોંડલ તા.૧૦: ગોંડલમાં થયેલ હત્‍યાના બનાવમાં ફરીયાદી સુજલ ઉર્ફે સની શ્રીરામ શર્મા ઉ.વ. ૨૬ રહે-સુલેમસરાઈ તા.જી. પ્રયાગરાજ રાજ્‍ય ઉ.પ્ર.એ ફરીયાદ કરીને જણાવ્‍યુ છે કે, રાહુલ ડોડીયાએ છરીથી મરણજનારના છાતીના ભાગમાં એક ઘા કરેલ હતો. આરોપીઓ કુલ ૫ હાલ હસ્‍તગત છે અને સીસીટીવીના આધારે  બાકીની તપાસ ચાલુ છે. પોલીસે રાહુલ રાજૂ ડોડીયા, સમીર અકબર સુમરા, અલ્‍ફાજ રફીક શેખ, નવાજ ઈરફાન દોઢીયા, અસફાખ મજીદ જુનેજા  રહે.તમામ વોરા કોટડા રોડ ગોંડલની ધરપકડ કરીને પૂછપરછ હાથધરી છે.(૨

(11:02 AM IST)