News of Tuesday, 7th July 2026
મીઠાપુર ટાટા હોસ્પિટલ ખાતે યોજાયેલ મહા રકતદાન કેમ્પ અને નિઃશુલ્ક નિદાન કેમ્પને અભૂતપૂર્વ સફળતા
મહા રકતદાન કેમ્પમાં અધધધ ૫૦૫ રક્ત બોટલો એકત્રિતઃ નિઃશુલ્ક નિદાન કેમ્પ માં ૧૩૫૦ જેટલા દર્દીઓએ સારવાર તેમજ સલાહ પ્રાપ્ત કરી

(દિવ્યેશ જટણીયા દ્વારા)મીઠાપુર તા.૭: ઓખામંડળ તાલુકા ના ઔધોગિક શહેર મીઠાપુર ખાતે આવેલ મીઠાપુર ટાટા હોસ્પિટલ માં ગત તારીખ ૦૫/૦૭/૨૦૨૬ ને રવિવાર ના રોજ મહા રકતદાન કેમ્પ તેમજ નિઃશુલ્ક નિદાન કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ બંને કેમ્પની તૈયારીઓ છેલ્લા કેટલાય દિવસો થી કરવામાં આવી રહી હતી. આ બંને કેમ્પને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ હતી . મહા રકતદાન કેમ્પ માં અધધધ ૫૦૫ રક્ત બોટલો એકત્રિત કરવામાં આવી હતી. તેમજ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં કુલ ૧૩૫૦ જેટલા દર્દીઓ એ સારવાર તેમજ સલાહ પ્રાપ્ત કરી હતી.
સૌ પ્રથમ સવારે ૮ વાગ્યે મીઠાપુર ટાટા કેમિકલ્સ લિમિટેડના શ્રી ગંગારમાણી દ્વારા રીબીન કાપી મહા રકતદાનની શુભ શરૂઆત કરાઈ હતી. વહેલી સવાર થી જ રક્તદાતાઓ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારબાદ સવારે ૯.૩૦ વાગ્યે મીઠાપુર ટાટા કેમિકલ્સ ના સી. એમ. ઓ. રિનો રાજ દ્વારા રીબીન કાપી નિઃશુલ્ક નિદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ નિઃશુલ્ક નિદાન કેમ્પ માં સ્ટર્લિગ હોસ્પિટલ રાજકોટના ટોટલ ૧૦ ડોકટરોની ટીમ દ્વારા દર્દીઓ ને સલાહ તેમજ સારવાર આપવામાં આવી હતી. જે જેમાં હૃદય રોગ, ન્યુરોસર્જન, ફિઝિશિયન, કેન્સર નિષ્ણાંત, કાન, નાક, ગળા ના નિષ્ણાંત એમ વિવિધ ડોકટરો નો સમાવેશ થયો હતો. મીઠાપુર ટાટા હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવેલ દરેક દર્દીઓને અલગ અલગ ટાઈમ સ્લોટ આપેલ હતો કે જેથી વ્યવસ્થાઓ પણ જળવાઈ રહે અને કોઈ પણ દર્દીઓ ને વધારે સમય રાહ પણ ન જોવી પડે.
આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે મીઠાઈએ ટાટા હોસ્પિટલ ના તમામ સ્ટાફ ઉપરાંત મીઠાપુર ટાટા હોસ્પિટલ ના હેડ ડો. દિવ્યેશ કાલરીયા નો સિહફાળો રહ્યો હતો.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
