તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
પડધરીના ખામટામાં વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથી નિમીતે મહારકતદાન કેમ્પ
જયેશ રાદડીયા, ડો.ડાયાભાઇ પીપરીયા સહિત આગેવાનોની ઉપસ્થિતિ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા.૨૮: સહકારી ક્ષેત્રના ભિષ્મપિતામહ અને ખેડૂતના マદયસમ્રાટ ગો.વા. વિઠ્ઠલભાઇ રાદડીયા સાહેબની આવતીકાલે તા.૨૯ના રોજ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે એમ.જે. માલાણી કન્યા છાત્રાલય ખામટા ખાતે પડધરી તાલુકા સહકારી પરિવાર દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કોપરેટીવ બેંકના ચેરમેન માન.શ્રી જયેશભાઇ રાદડીયા દ્વારા દીપ પ્રાગટય અને ‘સરદાર'ની પ્રતિમાને ફુલહાર કરી પ્રારંભ કરેલ.
આ તકે બેંકના ડિરેકટર ડો.ડાયાભાઇ જે. પીપરીયા, એપીએમસી રાજકોટના ડીરેકટર પરસોતમભાઇ સાવલીયા, વસંતભાઇ ગઢીયા, હંસરાજભાઇ લીંબાસીયા, હઠીસિંહ જાડેજા તેમજ સહકારી આગેવાન રાઘવજીભાઇ લુણાગરીયા, હેમભા જાડેજા, સંસ્થાના ટ્રસ્ટી ડો.પી.જે. પીપરીયા, ગોરધનભાઇ શિંગાળા, અવચરભાઇ મેંદપરા, જીવરાજભાઇ ડોબરીયા, પડધરી તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધી મનસુખભાઇ ભંડેરી, બેંકના ઝોનલ પી.એચ. પેઢડીયા, બ્રાન્ચ મેનેજર એ.કે.ઢેઢી તેમજ રકતદાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
