તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
કચ્છના મોટી ભુજપુર ગામે મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી
શ્રી નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ અને સામાજિક સમરસતા ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે સર્વ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૮ : કચ્છના મુંદ્રા તાલુકાના મોટી ભુજપુર ગામે શ્રી નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક સમરસતા ગતિવિધિ તથા શ્રી વાલ્મિકી સમાજના સહયોગથી ભગવાન શ્રી મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વ સમાજના આગેવાનો, માતાઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહર્ષિ વાલ્મિકીજીને ભાવપૂર્વક વંદન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભગવાન મહર્ષિ વાલ્મિકીજીના જીવનચરિત્ર, તેમના ત્યાગ અને યોગદાન તેમજ વિશ્વપ્રસિદ્ધ મહાકાવ્ય રામાયણના સર્જનને યાદ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌએ તેમના આદર્શો અને જીવનમૂલ્યોને પોતાના જીવનમાં ઉતારવા સાથે સમાજમાં એકતા, ભાઈચારો અને સમરસતાની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે વક્તાઓએ સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષણ, સંસ્કાર અને સામાજિક એકતાના મહત્વ પર પ્રેરક ઉદબોધન આપ્યાં હતાં. સમાજના દરેક વર્ગના લોકો એકબીજા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવીને સામાજિક સમરસતા અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. મહર્ષિ વાલ્મિકીજીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમથી સમાજમાં એકતા, સંસ્કાર અને સમરસતાનો સંદેશ પ્રસર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ શ્રી નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ, સામાજિક સમરસતા ગતિવિધિ તથા શ્રી વાલ્મિકી સમાજના તમામ કાર્યકરો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
