News of Sunday, 24th May 2026
પડધરીના ખાખરાબેલાના યુવરાજસિંહ જાડેજાની હત્યા કરનાર મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ રાજસ્થાનમાં નાસી જાય તે પૂર્વે રૂરલ પોલીસે ઝડપી લીધા
રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર તથા ધોરાજીએ એસ.પી. સીમરન ભારદ્વારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી એ.બી. જાડેજા તથા એલસીબીના વિરભદ્રસિંહ સહિતની ટીમે આબુ બોર્ડરથી બન્નેને દબોચી લીધા: મર્ડર પ્રકરણમાં બે પીઆઇ અને એક પીએસઆઇ સહિતને રેન્જ આઇજી નિર્લિપ્તરાયે સસ્પેન્ડ કર્યા હતા

રાજકોટઃ પડધરીના ખાખરાબેલા-પ ગામમાં દુષ્કર્મ -પોકસો પીડિતાના કાકા યુવરાજસિંહ અને અનોપસિંહ જાડેજા (ઉ.વ.૪૦) ની કારને મોરેમોરો (૧) સ્કોર્પીયો કારમાં આવેલા મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસીકસિંહ જાડેજાએ છરીના ઘા ઝીંકી યુવરાજસિંહની હત્યા કરી નાશી છુટયા હતા. બન્ને આરોપી અગાઉ હત્યાનો ભોગ બનનાર યુવરાજસિંહ પરિવારે નોંધાવેલ દુષ્કર્મ-પોસ્કોના ગુન્હામાં ૭૮૧ દિવસની ફરાર હતા અને આ કેસમાં સમાધાન કરવાની યુવરાજસિંહના પાડતા બંન્ને ફરાર આરોપીઓને તેનું ઢીમઢાળી દીધું હતું.
ફરાર આરોપીઓએ ફરીયાદીની હત્યા કરતા અને પડધરી પોલીસની બેદરકારી ખુલતા પડધરીના તત્કાલીન મહિલા પીઆઇ. એસ.એન. પરમાર તથા એચ.એન. રાઠોડ, પી.એસ.આઇ. વાળા તથા એ.એસ.આઇ. ભગીરથસિંહ જાડેજાને રેન્જ આઇજી નિર્લપ્તરાયે સસ્પેન્ડ કર્યા હતા અને બંને આરોપીઓને ઝપ્યાં રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરે ધોરાજી એ.એસ.પી. સીમરન ભાડાજના માર્ગદર્શન રૂરલ એલસીબી, રૂરલ એલ.ઓ.જી. રેન્જ તથા ભાયાવદરના પી.આઇ. એ.વી. જાડેજા સહિતના ટીના અધિકારીઓની સ્પેશીયલ સ્કવોડ બનાવાયો હતો.
દરમિયાન ભાયાવદરના પી.આઇ. એ.બી. જાડેજા તથા રૂરલ એલસીબીના વિરભદ્રસિંહ સહિતની ટીમે ફરાર બન્ને આરોપીઓ મહેન્દ્રસિંહ તથા યશપાલસિંહનું પગેરૂ દબાવી બન્ને રાજસ્થાનમાં નાસી જાય તે પૂર્વૃ આબુ બોર્ડરેની મોડી રાત્રીના દબોચી લીધા હતા.
આ અંગે રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જર બપોરે પ્રેસકોન્ફરન્સ યોજી રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સ વધુ વિગતો જાહેર કરશે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
