<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

પોરબંદર ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદજીને પુષ્‍પાંજલિ

 

પોરબંદર : ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જીની જન્‍મજયંતિ નિમિત્તે  જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ચોપાટી ખાતે  પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા , જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા,  પોરબંદર મહાનગરપાલિકા ના ડે. મેયર મનીષભાઈ શિયાળ, પોરબંદર મહાનગરપાલિકા ના સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, જૂનાગઢ કોર્પોરેટિવ બેંક હેડ મનુભાઈ ખૂંટી, જિલ્લા કિશાન મોરચા પ્રમુખ ભીમભાઇ ઓડેદરા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ગીગનભાઈ બોખીરીયા, મહામંત્રી વિશાલભાઈ મઢવીજિલ્લા યુવા મોરચા પ્રમુખ હર્ષભાઈ ગોહેલ,યુવા મહામંત્રી ધવલભાઈ ઓડેદરા , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા,અરજણભાઇ ભૂતિયા, સહિત ભાજપના સિનિયર આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, મોરચના પદાધિકારીઓ, કાર્યકરો તથા મોટી સંખ્‍યામાં ભાજપ પરિવારના ભાઈઓ-બહેનોએ ઉપસ્‍થિત રહી ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જીના પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.

(11:51 AM IST)