<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

જામીન ઉપર બે વર્ષથી ફરાર ખંભાળીયાના ચકચારી સીરપકાંડના મુખ્‍ય આરોપીને ઝારખંડથી ઝડપી લેવાયો

 

ખંભાળીયા તા. ર૦: ઘણા સમયથી જિલ્લાના ગુનાઓના તથા જિલ્લા બહારના ગુનાઓના નાસ્‍તા ફરતા, પેરોલ જમ્‍પ રહેલ આરોપીઓને શોધી કાઢવા સબબે પોલીસ અધીક્ષક જયરાજસિંહ વાળાની સુચનાથી કરવામાં આવેલ વર્કઆઉટ આધારે એલસીબી-એસઓજી તથા જિલ્લાના પો. સબ ઇન્‍સ. સહિતના સ્‍ટાફના માણસોની ૩ ટીમો રાજય બહાર મોકલવામાં આવેલ. જેમાં એ.એસ.આઇ. મસરીભાઇ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા તથા હેડ કોન્‍સ. લાખાભાઇ પીંડારીયા, મુકેશભાઇ કેશરીયા દ્વારા કરવામાં આવેલ સ્‍પોર્ટ વર્કઆઉટ આધારે ખંભાળીયા પોલીસ સ્‍ટેશનના શીરપકાંડના અતિગંભીર ગુનાના જામનગર જેલમાં રહેલ કાચા કામના કેદી વચગાળાના જામીન પર આશરે ર વર્ષથી ફરાર રહેલ તેઓને ઉત્તરાખંડ રાજયના ઋષિકેશ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જામનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપી.

(૧) પંકજભાઇ બ્રીજમોહન ખોસલા, ઉ.વ.પ૩, રહે. સંગરૂર, પ્રતાપનગર જિ. સંગરૂર (પંજાબ)ને જેલ હવાલે કરેલ છે.

આ સમગ્ર કાર્યવાહી એલસીબી ઇન્‍ચા. પોલીસ ઇન્‍સપેકટર એન. એચ. જોષી, પોલીસ સબ ઇન્‍સ. બી. એમ. દેવમુરારી, એમ. આર. સવસેટા, એસ. વી. કાંબલીયા તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્‍સ. ડી.એ. વાળા તથા એલ.સી.બી. સ્‍ટાફ તથા ટેકનીકલ સ્‍ટાફ તથા એસ.ઓ.જી. સ્‍ટાફ તથા સલાયા પો. સ્‍ટે. સ્‍ટાફનાઓ દ્વારા કરવામાં આવેલ.

(1:13 PM IST)