<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

રફાળા હત્‍યા કેસમાં વંથલીની સેસન્‍સ કોર્ટ દ્વારા મુખ્‍ય આરોપીને આજીવન કેદ

અન્‍ય પાંચ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૦: વંથલીના એડિશનલ સેશન્‍સ જજ શ્રી સલીમ બી. મન્‍સુરીની અદાલતે સેશન્‍સ કેસ નં. ૦૫/૨૦૨૧માં રફાળા ગામે તા. ૦૫/૦૩/૨૦૨૦ના રોજ થયેલા હત્‍યાના બનાવમાં આરોપી નયન ચંદુભાઈ ઉર્ફે ચનાભાઈ સાનપાને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ દોષિત ઠરાવી આજીવન કેદની સજા તથા રૂ. ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ભરવામાં કસૂર થાય તો વધુ ત્રણ વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો છે. તેમજ મળતકના પરિવારજનોને યોગ્‍ય વળતર માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરવામાં આવી છે. કેસના અન્‍ય પાંચ આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.

આ કેસમાં તપાસની કામગીરી તપાસ અધિકારી શ્રી કિંજલબેન કરશનભાઈ મારુ, પી.એસ.આઈ. દ્વારા કરવામાં આવી હતી. જ્‍યારે સરકાર પક્ષે એ.જી.પી. શ્રી એન.કે. પુરોહિતે અદાલતમાં સરકાર પક્ષની રજૂઆતો કરી હતી.

(1:09 PM IST)