News of Friday, 1st May 2026
ઉપલેટાના પડવલા ગામમાં તંત્રની મોટી કાર્યવાહી : કુખ્યાત અલી મોહમદ સોઢાના ગેરકાયદેસર બાંધકામ પર “બુલડોઝર” ફરી વળ્યું
આરોપીએ સરકારી જમીન પર અંદાજે 300 વાર જેટલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેણાંક મકાન બનાવ્યું જેનો ખર્ચ આશરે 1 કરોડ રૂપિયા:આરોપી સામે 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુખ્યાત અલી મોહમદ સોઢાના ગેરકાયદેસર બાંધકામ પર “દાદાનું બુલડોઝર” ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ આરોપીએ સરકારી જમીન પર અંદાજે 300 વાર જેટલા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેણાંક મકાન બાંધ્યું હતું, જેનો ખર્ચ આશરે 1 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
અલી મોહમદ સોઢા સામે 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને તાજેતરમાં જ તેણે ગામના એક વ્યક્તિ પર ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પીડિતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કાર્યવાહી દરમિયાન તાલુકા વિકાસ અધિકારી, PI, ASP સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. સમગ્ર ઓપરેશનને ધ્યાનમાં રાખીને પડવલા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
