<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ધોરાજીના ફરેણી ગામ પાસે ગેરકાયદે ખનન અંગે તંત્રની મોટી કાર્યવાહી: ટ્રેક્ટર, જેસીબી મશીન જપ્ત

ફરેણી ગામ પાસે મામાદેવ મંદિર નજીક મોરમ માટીની ચોરી કરતી ટીમ રંગે હાથ ઝડપાઈ

રાજકોટના ધોરાજીમાં ગેરકાયદે ખનિજ ખનન સામે તંત્રે કડક કાર્યવાહી કરી છે. ફરેણી ગામ પાસે મામાદેવ મંદિર નજીક મોરમ માટીની ચોરી કરતી ટીમ રંગે હાથ ઝડપાઈ છે. રોયલ્ટી પાસ અને જરૂરી દસ્તાવેજો વગર ખનન-પરિવહન કરતા તત્વો સામે કાર્યવાહી. ટ્રેક્ટર, જેસીબી મશીન અને મોરમ માટી સહિત રૂ. 19.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા વાહનો ધોરાજી તાલુકા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(6:47 PM IST)