<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

અંજાર પોલીસની મોટી કાર્યવાહી: વરસામેડી પાસેથી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે બે શખ્સોને ઝડપી લીધા

તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા બે શખ્સોને આંતરીને તેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી

કચ્છ જિલ્લામાં હથિયારોની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા માટે અંજાર પોલીસ સક્રિય બની છે. અંજાર પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વરસામેડી વિસ્તારમાં કેટલાક શખ્સો હથિયાર સાથે ફરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વરસામેડી નજીક વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા બે શખ્સોને આંતરીને તેમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમની પાસેથી ગેરકાયદેસર દેશી બંદૂક મળી આવતા પોલીસે બંનેની અટકાયત કરી હથિયાર જપ્ત કર્યું હતું.

(1:09 AM IST)