તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
જામનગરમાં મનપાની મોટી કાર્યવાહી: 3.5 કરોડની સરકારી જમીન પરનું અનધિકૃત બાંધકામ હટાવાયું
સાધના કોલોની પાછળ રામાપીર મંદિર સામે 10 હજાર ચોરસ ફૂટ દબાણ દૂર, 3 મકાન-3 દુકાન સહિતનું ડિમોલિશન; વિરોધ વચ્ચે પોલીસ બોલાવવી પડી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સરકારી જમીન પરના દબાણો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાધના કોલોની પાછળ રામાપીર મંદિર સામે આવેલા વિસ્તારમાં રૂ. 3.5 કરોડની કિંમતની સરકારી જમીન પર થયેલા અનધિકૃત બાંધકામને હટાવવા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઈ છે.
એસ્ટેટ શાખાની ટીમે આશરે 10 હજાર ચોરસ ફૂટ જગ્યા પર થયેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ મકાન, ત્રણ દુકાન તેમજ પ્લોટ સહિતના બાંધકામોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી રહ્યા છે.
દરમિયાન, ડિમોલિશન વખતે કબજેદારો અને સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવી કામગીરીમાં વિક્ષેપ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા એસ્ટેટ શાખાએ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી આગળ ધપાવી હતી.
મનપાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ સરકારી જમીનની અંદાજિત કિંમત રૂ. 3.5 કરોડ જેટલી થાય છે અને લાંબા સમયથી અહીં અનધિકૃત કબજો જમાવી દેવાયો હતો.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
