<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

દ્વારકામાં મોટી કાર્યવાહી :ગેરકાયદે ધાર્મિક દબાણો અને બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું

- રૂપણ બંદર નજીક હાઈવે પર સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે સામે તંત્રની લાલઆંખ

દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં અત્યારે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને રૂપણ બંદર નજીક હાઈવે પર સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે ધાર્મિક દબાણો અને બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. તંત્રએ આ અગાઉ દબાણકર્તાઓને નોટિસ આપીને ખુલાસો કરવા માટે પૂરતો સમય આપ્યો હતો, પરંતુ યોગ્ય ખુલાસો ન કરાતા આખરે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં કોઈ અણબનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આગામી ત્રણ દિવસ સુધી દ્વારકાના અલગ-અલગ વિસ્તારોમાં આ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે.

(1:08 PM IST)