તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Sunday, 25th October 2026
કચ્છના સર ક્રીકમાં BSFની મોટી કાર્યવાહી: 4 પાકિસ્તાની માછીમારો બોટ સાથે ઝડપાયા
ભારતીય જળસીમામાં ગેરકાયદે પ્રવેશ બદલ અટકાયત, તમામ સિંધ પ્રાંતના રહેવાસી હોવાનું સામે આવ્યુ : સુરક્ષા એજન્સીઓએ વધુ પૂછપરછ હાથ ધરી

ભૂુજ તા.૨૫ કચ્છના સંવેદનશીલ ગણાતા સર ક્રીક વિસ્તારમાં BSF દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય જળસીમામાં ગેરકાયદે પ્રવેશ કરનારા 4 પાકિસ્તાની માછીમારોને બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, BSFના જવાનો સર ક્રીક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ભારતીય સીમામાં એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. જવાનોએ તાત્કાલિક કાર્યવાહી કરીને બોટને ઘેરી લીધી હતી અને તેમાં સવાર 4 માછીમારોની અટકાયત કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તમામ 4 માછીમારો પાકિસ્તાનના સિંધ પ્રાંતના રહેવાસી છે. તેઓ માછીમારી કરતા કરતા ભારતીય જળસીમામાં પ્રવેશી ગયા હોવાનું જણાવી રહ્યા છે, જોકે સુરક્ષા એજન્સીઓ આ મામલે કોઈ છૂટછાટ લેવા માંગતી નથી.
BSFએ ચારેય માછીમારો અને બોટ કબજે કરીને વધુ તપાસ માટે સુરક્ષા એજન્સીઓને સોંપ્યા છે. હાલ તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે આ માત્ર ભૂલથી ઘૂસણખોરી છે કે પછી અન્ય કોઈ ઇરાદો છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
