તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th November 2026
જામનગરમાં SOGની મોટી કાર્યવાહી : હેરોઈન ૯.૬૧ ગ્રામ કિ.રૂ.૧,૯૨,૨૦૦/- ના જથ્થા સાથે બે પંજાબી ઈસમોને પકડી પાડયા
“No Drugs In Jamnagar” અભિયાન હેઠળ હોટલ સુમુખમાં રેઈડ, કુલ રૂ.૨,૧૫,૮૨૦/- નો મુદ્દામાલ જપ્ત, NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : નાયબ પોલીસ મહાનિરીક્ષક નાયબ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય (આઈ.પી.એસ.) રાજકોટ વિભાગ, રાજકોટ નાઓ દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા માટે સૂચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાનાઓએ જામનગર જિલ્લામાં યુવાધન નશાના કારોબારના કારણે બરબાદ થતું હોય, શહેરમાં પ્રવેશતા નશાકારક પદાર્થ તથા જામનગર જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક કામગીરી કરવા તથા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે *“No Drugs In Jamnagar”અભિયાન શરૂ કરવા સૂચના કરેલ.
હાલમાં નશાકારક પદાર્થ પકડી પાડવા માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય, લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય ગુનેગાર પણ નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ પણ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી. ના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.જે.રાઠોડ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ.ઝેરના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલ હતા.
દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ બળભદ્રસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા મયુરરાજસિંહ જાડેજાને બાતમી મળેલ કે, જામનગર, સુમેર ક્લબ રોડ, એસ.ટી.ડેપો પાસે આવેલ હોટલ સુમુખ, રૂમ નંબર ૧૦૮ માં લવપ્રીતસિંહ ગુલઝારસિંહ તથા હરપ્રીતસિંહ ગુલઝારસિંહ રહેવાસી બંને પંજાબ વાળાઓ માદક પદાર્થ લઈને રોકાયેલ છે અને હાલ તેઓ આ હોટલમાં હાજર છે, જેથી સદરહુ જગ્યાએ જઈ રેઈડ કરતા હકીકત મુજબના ઈસમો (૧) લવપ્રીતસિંહ ગુલઝારસિંહ (૨) હરપ્રીતસિંહ ગુલઝારસિંહ રહેવાસી બંને રતનગઢ, ભીંડર, જી.અમૃતસર, પંજાબ વાળાઓ ગે.કા. માદક પદાર્થ હેરોઈન ૯.૬૧ ગ્રામ કુલ કિ.રૂ.૧,૯૨,૨૦૦/- તથા બે મોબાઈલ ફોન, રોકડા રૂપિયા વિ. મળી કુલ કિંમત રૂપિયા ૨,૧૫,૮૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જતા મજકુર ઈસમો વિરુદ્ધ સીટી “એ” ડીવી. પો.સ્ટે. બી-પાર્ટ ગુના રજીસ્ટર નંબર૧૧૨૦૨૦૦૮૨૨૬૨૨૨/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે.રાઠોડ તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ.ઝેર તથા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
