<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

માળીયા (મીં ) અસરગ્રાસ્તોની વ્હારે જયદીપ એન્ડ કંપની,

અધિકારી દ્વારા જાણ થતાજ દિલુભા જાડેજાએ જરૂરી સામગ્રી મોકલી આપી.

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી :  પછાત ગણાતા માળીયા (મીં ) પંથકમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ, અનેક વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. લોકોને ભોજન તો ઠીક પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા હતા.

 

આવા કઠીન સમયે વહીવટી તંત્ર સહીત લોકોને મુશ્કેલીઓમાં મદદરૂપ થવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અને પ્રાંત અધિકારી દ્વારા મોરબી - માળીયા (મીં )- વવાણીયા સ્થિત જાણીતી કંપની જયદીપ એન્ડ કંપનીના સંચાલક અને સેવાભાવી દિલુભા જાડેજાને જાણ થતાજ તાબળતોબ 2500 ફૂડ પેકેટ્સ તૈયાર કરાવી સાથે 2500 પાણીની બોટલ અસર ગ્રસ્ત વિસ્તાર માટે પોતાના વાહનમાં રવાના કરી આપી માનવતા ધર્મ નિભાવ્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, રામ તારી માયા થી ઓળખાતા ઉદયસિંહભાઇ મનુભાભાઈ જાડેજા પરિવાર, જયદીપ એન્ડ કંપની દ્વારા 1998 ના વાવાઝોડાએ સેંકડો પરિવારોને બેઘર, નિ: સહાય કરી નાખ્યા હતા ત્યારે હજારો લોકો માટે મહિનાઓ સુધી વવાણીયા ગામે નિઃશુલ્ક ભોજનાલય ચલાવનાર સાથે સાથે અનેક પ્રકારના સેવા કાર્યો કરનાર જયદીપ કંપનીના સ્થાપક ઉદયસિંહજીભાઈ જાડેજાના દિલુભા જાડેજા પુત્ર છે અને તેઓ પણ પિતાએ આપેલ સંસ્કાર ના પગલે અનેક સેવા કાર્યો કરી રહ્યા છે.

(1:57 PM IST)