તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
માળિયા (મી.) ના સોનગઢ નજીક માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવાકેમ્પનું આયોજન.
સેવા કેમ્પમાં નિશુલ્ક જમવાનું, ચા-નાસ્તો, ન્હાવા અને રાત્રી રોકાણ, મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ સેવાભાવીઓને વિનામુલ્યે ઉપબ્લ્ધ રહેશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના પીપળીયા ચાર રસ્તાથી માળિયા જતા રોડ પર સોનગઢ ગામ નજીક માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૨૬ વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરા બજાર મિત્ર મંડળ દ્વારા આ વર્ષે તા. ૦૩ થી ૦૮ સુધી દિવસ રાત અવિરત સેવા કેમ્પ કાર્યરત રહેશે.
જે સેવા કેમ્પમાં નિશુલ્ક જમવાનું, ચા-નાસ્તો, ન્હાવા અને રાત્રી રોકાણ, મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ સેવાભાવીઓને વિનામુલ્યે ઉપબ્લ્ધ રહેશે સેવા કેમ્પનો દરેક પદયાત્રીઓએ લાભ લેવા આયોજકો તરફથી જણાવ્યું છે વધુ માહિતી માટે હેલ્પલાઇન. 9824217178 અને 9978900050 પર સંપર્ક કરવા જણાવ્યું છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
