<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th October 2026

માળિયા પોલીસ ફરિયાદનો ખાર રાખી ભડાકા કરી મારી નાખવાની ધમકી.

આરોપીએ ટેલીફોન પર ભૂંડી ગાળો આપી હથિયાર વડે ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયામાં આધેડને પિતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યાનો ખાર રાખી ફોન કરી ગાળો આપી હથિયાર વડે ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

માળિયા (મી.) તાલુકાના ખીરઈ ગામે રહેતા સુલતાન રહેમાનભાઈ સામતાણી (ઉ.વ.૪૭) વાળાએ આરોપી નાસીર રણમલ સામતાણી (રહે ખીરઈ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ દોઢેક માસ પૂર્વે આરોપી નાસીરના પિતા વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી જેનો ખાર રાખી આરોપીએ ટેલીફોન પર ભૂંડી ગાળો આપી હથિયાર વડે ભડાકા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

(12:48 AM IST)