તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
જેતપુરમાં મિત્રની પત્નિ વિશે ખરાબ કેમ બોલે છે તેમ કહી લાકડાના ધોકાથી હુમલો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૩: જેતપુરમાં મિત્રની પત્નિ વિશે ખરાબ કેમ બોલે છે તેમ કહી લાકડાના ધોકા વડે હુમલો થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
શહેરના દેરડી આવાસ યોજના માં રહેતા અમિતભાઈ હુસેનભાઈ મોર તેની દીકરી સાથે સોનુ બેન ગાંધી ની દુકાને ગયેલ ત્યારે ત્યાં ઉભેલ અંકુર સોલંકી તથા સુરજ ઉર્ફે ટકો બને એ કહેલ કે મારા મિત્ર કુણાલની પત્ની વિશે ખરાબ કેમ બોલે છે અને માથાકૂટ કરેલ જેથી અમિતભાઈ તેના ઘેર આવતા રહે થોડીવાર બાદ અંકુર સોલંકી, સુરજ ઉર્ફે ટકો તથા કુણાલ ભાટીયા તેની પત્ની ભાવિકા ચારે શખ્સો અમિતભાઈ ના ઘેર જઈ ઢીકા પાટુનો માર મારતા ત્યાંથી દૂર જતા રહેતા શખ્સો એ ત્યાં જઈ લાકડાના ધોકા વડે હુમલો કરતા માથામાં લોહી નીકળવા લાગેલ બાદ ભાવિકા ભાટિયા અને સોનુબેન ગાંધીએ ધમકી આપેલ કે જો ફરિયાદ કરી તો જીવતા નહીં રહેવા દઈ અમિતભાઈ ને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં થી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાતા ઉધોગ નગર પોલીસે તેની ફરિયાદ પરથી પાંચે શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધેલ.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
