<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો.

સ્કુટરની ડેકીમાંથી 23 નંગ ચપલા મળી આવ્યા, અન્ય એક શખ્સનું નામ ખુલ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નંબર 2 માંથી પસાર થતા એક શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 25000 રૂપિયાની કિંમતનું પ્લેઝર સ્કૂટર અને 2875 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
   મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ 21/10/2026 ના રોજ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સાંજના 17:25 વાગ્યાની આસપાસ લાતી પ્લોટ શેરી નંબર 2 માંથી પસાર થતા શંકાસ્પદ મોટરસાયકલ ચાલકને અટકાવીને તલાશી લેવામાં આવી હતી. તપાસ કરતા કાળા કલરના પ્લેઝર સ્કૂટર (GJ-36-Q-3476) ની ડેકીમાંથી 8 PM SPECIAL રેર વ્હિસ્કીની 180 ml ની 23 પ્લાસ્ટિકની બોટલો (ચપલા) મળી આવી હતી.
   પોલીસે પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ કાર્તિકભાઈ મોહનભાઈ કણજારીયા (ઉંમર 39, રહે. માધાપર શેરી નંબર 2, મોરબી) હોવાનું જણાવ્યું હતું. આ દારૂનો જથ્થો કોની પાસેથી મેળવ્યો તે અંગે કડકાઈથી પૂછતા આરોપીએ જણાવ્યું હતું કે આ દારૂ વેચવા માટે ઈકબાલ ઉર્ફે ઈક્કો કટિયા (રહે. જૂના બસ સ્ટેશન પાસે, મોરબી) નામના શખ્સે આપ્યો હતો. પોલીસે 23 નંગ દારૂની બોટલ (કિંમત 2875 રૂપિયા) અને પ્લેઝર સ્કૂટર (કિંમત 25000 રૂપિયા) જપ્ત કર્યું છે. પોલીસે કાર્તિકભાઈ મોહનભાઈ કણજારીયાની ધરપકડ કરી છે અને તેને દારૂ આપનાર ઈકબાલ ઉર્ફે ઈક્કો કટિયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે

(12:56 AM IST)