<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

માળિયામાં લેન્ડ ગ્રેબિંગ ફરિયાદનો ખાર રાખી ભડાકા કરવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી.

સાતેક માસ પૂર્વે આરોપી ઇકબાલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરાવ્યો હતો જેનો ખાર રાખી ગાળો આપીને ધમકી દીધી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :માળિયા તાલુકાના જાજાસર રણ વિસ્તારમાં મીઠાના કારખાનામાં ઘુસી એક શખ્શે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદનો ખાર રાખી યુવાનને ગાળો આપી ભડાકા કરવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

માળિયા (મી.) પોલીસ સ્ટેશન સામે રહેતા હનીફભાઈ સોકતઅલી ભટ્ટી (ઉ.વ.૩૫) વાળાએ આરોપી ઇકબાલ ઇલીયાસ ભટ્ટી (રહે માળિયા )વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ સાતેક માસ પૂર્વે આરોપી ઇકબાલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ગુનો દાખલ કરાવ્યો હતો જેનો ખાર રાખી આરોપી ઇકબાલ જાજાસર રણ વિસ્તાર આવેલ મીઠાના કારખાનામાં અપ પ્રવેશ કરી હનીફને ગાળો આપી હતી અને ભડાકા કરવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(10:46 PM IST)