તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Thursday, 8th October 2026
મોરબીમાં સગીરાનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમને ર૦ વર્ષની સખત કેદ.
પોકસો અદાલતે આરોપીને રૂ. રપ હજારનો દંડ ફટકાર્યો અને પીડિતાને, રૂ. ૪.રપ લાખનું વળતર ચૂકવવા હુકમ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમાં સગીર વયની દીકરીનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ અચરવાની સાથે જ સગીરાના ભાઈ અને પિતાને ધમકી આપવાના ગંભીર ગુનામાં મોરબીની સ્પેશીયલ પોકસો કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી ર૦ વર્ષની સખત કેદની સજાનો દાખલારૂપ ચુકાદો આપ્યો છે. સાથે જ આરોપીને રપ હજારનો દંડ ફટકારતો હુકમ પણ કર્યો હતો.
મોરબી શહેરના આ ચકચારી કેસની વિગત જોઈએ તો વર્ષ ર૦ર૧માં આરોપી અલ્તાફભાઈ યાસીનભાઈ મોવર ઉ.૨૪ રહે. વીસીપરા સરકારી વાડી વિસ્તાર, કુલીનગર-૧, મોરબી વાળાએ ૧૭ વર્ષ અને ૦પ માસની સગીરાને લલચાવી અને ફોસલાવીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. આરોપીએ બદકામ અને લગ્ન ક૨વાના ઇરાદે સગીરાને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત આરોપીએ ભોગ બનનારના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ગુનાહિત ધમકી પણ આપી હતી.
આ ગંભીર ગુનામાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ મોરબીના સ્પેશીયલ જજ પોકસો અને એડીશ્નલ સેશન્સ જજ ભુમિકા કનૈયાલાલ ચંદારાણાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ નિરજભાઈ કારીઆની દલીલો અને મૌખિક તેમજ લેખિત પુરાવાઓને ધ્યાને લઈ અદાલતે આરોપી અલ્તાફભાઈ યાસીનભાઈ મોવરને ભારતીય દંડ સંહિતાની કલમ-૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) (જે)(એન) તથા પોકસો એક્ટની કલમ-પ(એલ), ૬ મુજબ કસુરવાર ઠેરવી ર0 વર્ષની સખત કેદની સજા તથા રૂ. રપ,000 નો દંડ ફટકાર્યો હતો. સાથે જ અદાલતે ભોગ બનનારને પીડિતાને રૂ. ૪,00,000 તથા આરોપી જે દંડની રકમ ભરે તે રૂ. રપ,000 મળીને કુલ રૂ. ૪,રપ,૦૦૦ વળતર તરીકે ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, મોરબીને આદેશ કર્યો હતો
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
