<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ગોંડલ પાલિકામાં પ્રમુખ તરીકે મનિષાબેન ગોવાણીઃ ઉપપ્રમુખ મનિષભાઈ રૈયાણીઃ કારોબારી અધ્‍યક્ષ રાજેન્‍દ્રસિંહ જાડેજા

આગામી વિધાનસભાની ચુંટણીને ધ્‍યાને લઇને હોદેદારો નક્કી કરાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૦: ગોંડલ નગરપાલિકાની ચુંટણી માં ભાજપે ફરીવાર કોંગ્રેસ ને મહાત કરી તમામ ૪૪ બેઠકો કબ્‍જે કરી હોય વિપક્ષ વિહીન પાલીકા માં નવા સુકાનીઓ બીનહરીફ થયા હતા.

ગોંડલનાં પ્રાંત અધિકારી ગમારા ટ્રેનીંગ માં હોય જશદણ નાં પ્રાંત અધિકારી ખાંભરાની અધ્‍યક્ષતામાં નગરપાલીકાની મળેલી પ્રથમ સામાન્‍ય સભામાં ચુંટાયેલા તમામ સદસ્‍યોની હાજરીમાં નવા હોદ્દેદારોની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે વોર્ડ નંબર ૭ માંથી ચુંટાયેલા મનિષાબેન દિપકભાઈ ગોવાણી,ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર ૬ માંથી ચુંટાયેલા મનિષભાઈ રૈયાણી તથા વોર્ડ નંબર ૧ માંથી ચુંટાયેલા રાજેન્‍દ્રસિંહ જાડેજા બીનહરીફ જાહેર થયા હતા.જ્‍યારે દંડક તરીકે ગૌતમભાઇ સિંધવ અને શાશક પક્ષનાં નેતા તરીકે પ્રતાપભાઇ રાઠોડ ની વરણી કરાઇ છે. પ્રમુખ તરીકે વરાયેલા મનિષાબેન ગોવાણી કોળી સમાજ માંથી આવેછે.તેવો પ્રથમવાર ચુંટણી લડી સિધા પ્રમુખ બન્‍યા છે.તેમનો પરીવાર કોળી સમાજ પર પ્રભુત્‍વ જમાવેછે.ઉપપ્રમુખ બનેલા મનિષભાઈ રૈયાણી પોતાનાં મતવિસ્‍તાર માં ‘૧૦૮ ઇમર્જન્‍સી' ની ઉપમા ધરાવે છે.તેઓ સતત બીજી ટર્મ માં ચુંટાયા છે. કારોબારી અધ્‍યક્ષ રાજેન્‍દ્રસિંહ જાડેજા ભાજપ નાં પીઢ આગેવાન છે.અગાઉ કારોબારી અધ્‍યક્ષ રહી ચુકયા હોય અનુભવી છે. તેઓ સતત ત્રણ ટર્મ થી ચુંટાતા રહેછે.

ચુંટણી પુર્વે શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા મહામંત્રી જેકીભાઈ પરમાર તથા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ફુલભાઈ ટોળીયાએ ભાજપનાં મેન્‍ડેટ સાથે નવા સુકાનીઓ ની જાહેરાત કરી હતી.

નગરપાલિકા કચેરીમાં નવા હોદ્દેદારોની ચુંટણીને લઇ ને ભાજપ નાં કાર્યકરો,સમર્થકો નાં ટોળા ઉમટયા હતા.અને નવા સુકાનીઓને ઢોલ નગારા વગાડી વધાવ્‍યાં હતા.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:38 AM IST)