<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

મોરબીના રવાપર વિસ્‍તારમાં સમસ્‍યાઓના ઉકેલ માટે અનેક વિકાસકાર્યોઃ દુર્લભજીભાઇ દેથરીયા

મોરબીના વોર્ડ નં. ૧૧માં ગ્રૂપ મિટીંગ યોજાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૨: મોરબી ખાતે કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં ૧૧ ના ભાજપની પેનલના ઉમેદવારો ગોપાલભાઈ વસ્‍તાભાઈ કાસુન્‍દ્રા, રવિન્‍દ્રભાઈ ધનજીભાઈ સનવડા, શ્રી મતિ નિરૂપાબેન (શિલ્‍પા) નિલેશભાઈ કાલરીયા તેમજ શ્રી મતિ ભારતીબેન ચુનીલાલ પરમારના ચુંટણી પ્રચાર માટે રવાપરના શ્રી ઉમિયા નવરાત્રી મેદાન,  બોન્ની પાર્ક સોસાયટી ખાતે એક ગ્રુપ મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ.

આ તકે રવાપર વિસ્‍તાર જેમાં આવે છે તે ટંકારા પડધરી વિસ્‍તારના ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્‍યુ હતુ કે, આજે રવાપર વિસ્‍તારમાં છેલ્લા વર્ષો માં ઘણી જુની સમસ્‍યાઓ મહદ અંશે ઉકેલવા સાથે ઘણા વિકાસના કામો થઈ રહ્યા છે. માત્ર અમે કામ કરીએ છીએ એવુ નથી આપ બધાનો ઙ્કેમ મળ્‍યો છે આપ બધાની તાકાતથી કામ કરી શકીએ છીએ. અને અહીંના બાકી રહેલા કામોની શરૂઆત અમે પાંચ પાંડવો કરીશુ. અંતમાં ભાજપની પાણીદાર પેનલને રવાપરની સીટ પરથી જંગી બહુમતીથી ચૂંટી કાઢવા વિનંતી કરી હતી.

વોર્ડ નં ૧૧ ના યુવાઉદ્યોગપતિ રવિન્‍દ્રભાઈ સનાવડાએ પોતાના ઉદબોધનમાં એક સમયે રવાપરની હાલતની વાત કરતા જણાવ્‍યુ હતુ કે,  ભૂતકાળમાં રવાપરમાં પાણીની સમસ્‍યા વિકટ હતી. પાણી માટે બોર બનાવાતા, બોરના પાણીથી ચાંબડીના રોગ થતા. પણ અહીં બેઠેલ ટીમે કમર કસી પાણીની લાઈનો નાખી હવે એ સમસ્‍યા નહિવત છે અને આવતા સમયમાં એ સમસ્‍યા માંથી છુટકારો મળે તેવા પ્રયત્‍નો થઈ રહ્યા છે. અને આપના આ ધારાસભ્‍ય દુર્લભજીભાઈના પ્રયત્‍નોથી પાણી માટે સરકારે શ્વય ૩૨ કરોડ ફાળવ્‍યા છે. હાલમાં અંડરગ્રાઉન્‍ડ પાણી વીજળીના કામ ચાલુ છે. ભૂતકાળમાં આ જાતના કામો કર્યા છે.

(10:59 AM IST)