News of Wednesday, 4th November 2026
દીપાવલીના તહેવારોમાં સોમનાથ મંદિરમાં અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૪: દીપાવલી ના તહેવારોમાં સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તક ના તમામ મીદરોમાં અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાના છે તેની તડામાર તૈયારીઓ થઈ રહેલ છે.
વિશ્વ નું પ્રથમ જયોર્તીંલીગ સોમનાથ મહાદેવ ના મંદિરે દિપાવલી ભાઈબીજ,લાભપાંચમ સુધી અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ છે જેમાં સોમનાથ મંદિરે દીપાવલી ના દિવસે દિપમાળા, બેસતા વર્ષના દિવસે અન્નકુટ દર્શન તેમજ સમુહ ચોપડા પુજન લાભ પાંચમ ના દિવસે પણ કાર્યક્રમ યોજાશે ટ્રસ્ટ ના ગીતા મંદિર, ત્રીવેણી સંગમ, રામ મંદિર, ભીડ ભજન મહાદેવ,ભાલકા મંદિરે પણ કાર્યક્રમો યોજાશે જેની ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહેલ છે.(
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
