<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

પોરબંદર નજીક ગોસાબારા લેન્ડીગ પોઈન્ટ દરિયા કિનારેથી મારીઝુઆના/ હસીસ નામનું ચરસના પેકેટ નંગ-૧૦ શોધી કાઢતી નવીબંદર મરીન પોલીસ : જુઓ વિડિયો

દરિયાકિનારે પડેલા બિન વરસી બાચકાની તપાસ કરતા તેમાંથી રૂ. ૩૦,૬૭,૫૦૦ની કિંમતના 10 પેકેટમાં કુલ 12 કિલો 270 ગ્રામ ચરસ મળી આવ્યું

(પરેશ પારેખ દ્વારા ) પોરબંદર : જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જીલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓ તથા માદક પદાર્થોની હેરાફેરી તથા સેવન કરનાર તત્વોની પ્રવૃતિ સદંતર બંધ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સુચન કરેલ જે અન્વયે રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયા તથા નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવીબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ આ બાબતે કાર્યરત હતા 

  તે દરમ્યાન ASI આર.એમ.ઓડેદરા તથા પી.એન ભુવાનાઓ કોસ્ટ લાઈન ફુટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ગોસાબારા લેન્ડીંગ પોઈન્ટ દરિયા કિનારે એક બાચકામાં મારીઝુઆના/હસીસ નામનું ચરસના પેકેટ નંગ-૧૦ મળી આવતા આ બાબતે નવીબંદર પોલીસ ઇન્સપેક્ટર તથા સ્ટાફના માણસો તથા સરકારી પંચોને સાથે રાખી કાર્યવાહી કરતા ગોસાબારા લેન્ડીંગ પોઈન્ટ દરિયા કિનારેથી કુલ મારીઝુઆના/હસીસ નામનું ચરસના પેકેટ નંગ-૧૦ વજન ૧૨ કિલો ૨૭૦ ગ્રામ કી.રૂ. ૩૦,૬૭,૫૦૦/- (ત્રીસ લાખ સડસઠ હજાર પાંચસો પુરા) ના મુદ્દામાલ બિનવારસુ હાલતમાં મળી આવતા આ અંગે કાયદેસર કાર્યવાહી કરી એન.ડી.પી.એસ એક્ટ મુજબનો ગુન્હા રજીસ્ટર નં.પાર્ટ બી-૧૧૨૧૮૦૦૫૨૬૦૦૯૪/૨૦૨૬ NDPS એકટ ૧૯૮૫ ની કલમ કલમ-૮(સી),૨૦ (બી),(II) (સી),૨૨(સી), ૨૩(સી) મુજબ ગુન્હો નોંધવામાં આવેલ છે.

નવીબંદર મરીન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એસ.આર.ચૌધરી તથા પોલીસ સ્ટાફ ના એ.એસ.આઇ પ્રવિણભાઈ નાગજીભાઈ ભુવા તથા રાયદેભાઈ મુરૂભાઈ ઓડેદરા તથા દેવાભાઈ એભાભાઈ ઓડેદરા તથા પો.હેડ કોન્સ. અશોકભાઈ ગોવિંદભાઈ બાલસ તથા પો.કોન્સ. કાનજીભાઈ રામદેભાઈ ધરસંડા તથા નિલેષભાઈ ચનાભાઈ ભુતિયા તથા રાજુભાઈ બાલુભાઈ રાતિયા તથા ભીખુભા નારસંગભાઈ ચુડાસમા તથા OSD સંજયભાઈ મનિષભાઈ માલમ નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.

(11:39 PM IST)