<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

વિંછીયાના છાંસીયા ગામની સીમમાં ૩.પર કરોડના ગાંજાના છોડ પકડાયા

૩ વિઘા વાડીમાં વાવેલ ગાંજાના છોડને સુકવવા માટે રાખ્‍યો'તોને રૂરલ એસઓજીના પીઆઇ પારઘી તથા પીએસઆઇ જી.જે.ઝાલાની ટીમ ત્રાટકીઃ ૭૦પ કિલો ગાંજાના સુકા છોડના જથ્‍થા સાથે સવશી મીઠાપરાની ધરપકડ

તસ્‍વીરમાં પકડાયેલ ગાંજાના સુકા છોડના જથ્‍થા સાથે રૂરલ એસઓજીનો સ્‍ટાફ તથા આરોપી નજરે પડે છે

રાજકોટ, તા., ૧૮: વિંછીયા પોલીસના છાંસીયા ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ૩.પર કરોડના ગાંજાના છોડના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. પકડાયેલ શખ્‍સે ૩ વિઘામાં ગાંજાનું વાવેતર કરી ઉપાડી વેચવા માટે રાખ્‍યો હતો. તે પુર્વે  જ પોલીસ પહોંચી ગઇ હતી.

પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર રાજકોટ ગ્રામ્‍ય દ્વારા  જીલ્લામાં માદક પદાર્થ (ગાંજા)ને લગતી ગેરકાયદેસર પ્રવળત્તિ  નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને રૂરલ  એસ.ઓ.જી. શાખાના સ્‍ટાફને હકિકત મળેલ કે,  સવશીભાઇ બચુભાઇ મીઠાપરા રહે. છાસીયા ગામની ઝરડા સીમ વિસ્‍તાર વાડીના રહેણાંક મકાને તા.વિછીંયા જી.રાજકોટ વાળાએ ઝરડા સીમ વિસ્‍તારમાં આવેલ પોતાની માલીકીની વાડી (ખેતર) માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર ઉપાડી વાડી(ખેતર) ના શેઢે ગાંજાના વાવેતર કરેલ છોડને સુકવવા માટે રાખેલ હોય.  દરોડો  પાડી માદક પદાર્થ ગાંજાના લીલા છોડનો જથ્‍થો ૭૦૫ કિલો ૪૯૦ ગ્રામ જેની કી.રૂ.૩,૫૨,૭૪,૫૦૦/-ના જથ્‍થા સાથે આરોપી સવશીભાઇ બચુભાઇ મીઠાપરા ઉ.વ.૫૫ રહે.છાસીયા ગામની ઝરડા સીમ વિસ્‍તારમાં તા.વિછીંયા જી.રાજકોટની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્‍યા મુજબ પકડાયેલ સવશી મીઠાપરાએ ત્રણ વિઘા જમીનમાં ગાંજાનું વાવેતર કર્યા બાદ ગાંજાના છોડઉપાડી વેચાણ માટે એકત્ર કર્યા હતા. આરોપી સવશીએ પ્રથમવાર જ ગાંજાનું વાવેતર કર્યુ હતું. તે કોને વેચાણ કરવાનો હતો?  તે અંગે પોલીસ તેની પુછતાછ હાથ ધરી છે.

આ કાર્યવાહીએસઓજી શાખાના પો.ઇન્‍સ. એફ.એ.પારગી, પો. સબ ઇન્‍સ.  જી.જે.ઝાલા, તથા એ.એસ.આઇ. પરબતભાઈ શામળા, ક્રિપાલસિંહ જાડેજા, ફિરોજભાઇ બ્‍લોચ, એસ.ઓ.જી.શાખાના પો.ઇન્‍સ. શ્રી એફ.એ.પારગી, એસાઓ.જી શાખાના પો.સબ.ઇન્‍સ. રૂપકબહાદર બોહરા તથા પો.હેડ.કોન્‍સ. વિજયભાઇ વેગડ, ચંદભાઇ પલાળીયા. નૈમીષભાઇ મહેતા. કલ્‍પેશભાઇ કોઠીવાર, ચીરાગભાઈ કોઠીવાર, પીયુષભાઇ અઘેરા તથા પો.કોન્‍સ વિજયગીરી ગોસ્‍વામી. વિપલભાઇ ગોહિલ, રણજીતભાઇ ધાધલ, રધુભાઇ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, પળથ્‍વીરાજસિંહ ડોડીયા, નવદિપભાઈ બાબરીયા, તથા ડ્રા.પો.હેડ કોન્‍સ. નરશીભાઇ બાવળીયા એન્‍ટી નાર્કોટીકસ વિંગના પો.હેડ કોન્‍સ. સુરપાલસિંહ જાડેજા, તથા પો.કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ ગોહિલ, તથા લકકીરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(11:57 AM IST)