<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

માર્કેટયાર્ડ- અમરેલીમાં સિઝનના નવા કપાસની આવક

અમરેલીઃ સાવરકુંડલા રોડ ખાતે બનેલ  સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્‍પન્ન બજાર સમિતિ-અમરેલી, નવા માર્કેટયાર્ડમાં ગ્રત તા. ૧૮/૦૭/૨૦૨૬ ને શનિવાર નાં રોજ સિઝનના નવા કપાસની આવક શરૂ થઈ હતી. જેમાં  કાંતિભાઈ એન મકવાણા રે.રૂગનાથપુર (ખોડી) ગામનાં ખેડૂત, કમિશન એજન્‍ટ શુભમ ટ્રેડીંગ ની દલાલીમાં અંદાજીત ૨૨.૫૦૦ કિ.ગ્રા. જેટલો કપાસ લઈને આવેલ હતાં અને નવા કપાસની ખરીદી વેપારી આર.વી એન્‍ડ કાં દ્વારા કરવામાં આવેલ હતી. જેના પ્રતિ મણનો ભાવ રૂા.૨૧૫૧/- થયેલ. તેમ બજાર સમિતિનાં સેક્રેટરીશ્રી તુષારભાઈ હપાણીએ એક અખબારયાદીમાં જણાવ્‍યુ હતુ. 

 

(11:54 AM IST)