તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
બોટાદના કાળુભાર ડેમમાં પરિણીત મહિલા અને પ્રેમીએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું: ત્રણ દિવસ બાદ પાણીમાંથી મળ્યા બંનેના શબ
સમાજ દ્વારા સંબંધ સ્વીકાર નહીં થાય તેવીી બીકે અંતિમ પગલું ભર્યાની આશંકા, ફાયર અને પોલીસની ટીમે સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી મૃતદેહ બહાર કાઢ્યા

બોટાદ : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કાળુભાર ડેમમાંથી એક પરિણીત મહિલા અને યુવકના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઢડા તાલુકાના કેરાળા ગામના રહેવાસી શીતલબેન શેખ (પરિણીત) અને રોહિત સાથળિયા નામના યુવકે ગત ૯ નવેમ્બરના રોજ કાળુભાર ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાના દિવસે યુવક રોહિતે અંતિમ પગલું ભરતા પૂર્વે પોતાના ભાઈને ફોન કરીને જીવન ટૂંકાવી રહ્યો હોવાની જાણ કરી હતી, જેના પગલે પરિવારજનોએ ત્વરિત શોધખોળ કરતા ડેમના કિનારેથી તેમના ચંપલ મળી આવ્યા હતા.
પરિવારજનોની જાણ બાદ બોટાદ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમે તાત્કાલિક ડેમમાં સઘન શોધખોળ હાથ ધરી હતી અને સતત ત્રણ દિવસના ભારે જહેમતભર્યા રેસ્ક્યુ ઓપરેશન બાદ આજે બંનેના મૃતદેહ પાણીની સપાટી પર તરતી હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક શીતલબેન પરિણીત હતા અને તેમને સંતાનમાં બે બાળકો પણ છે, જ્યારે રોહિત અપરિણીત હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાને કારણે સમાજના ડભથી આ ખોદલું ભર્યું હોવાનું અનુમાન છે.
પોલીસે બંનેના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે, જ્યારે આ મામલે કાયદેસરની વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
