<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ધારીમાં ર૧મીથી સામુહિક પ૪ પોથી ભાગવત કથાનો પ્રારંભ

ભકિત, ભજન અને પ્રભુ પ્રસાદનો ત્રિવેણી સંગમ : શાષાી ડૉ. કૃષ્‍ણકુમાર મહેતા અધ્‍યાત્‍મ અને વિજ્ઞાનના સમન્‍વય સાથે ભાગવતજીના રહસ્‍યોનું સરળ સમજુતી સાથે વર્ણન કરશે : વિવિધ પ્રસંગો ઉજવાશે : નિદાન - વ્‍યસન મુક્‍તિના કેમ્‍પ

રાજકોટ : સૌરાષ્‍ટ્રમાં અમરેલી જીલ્લાના ધારીમાં શેત્રુંજી નદીને કાંઠે નબાપરામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી જીવનમુક્‍તેશ્વર મહાદેવ આશ્રમમાં અધિક (પુરુષોત્તમ) માસમાં ધારી ગામ સમસ્‍તના સહકારથી તા. ર૧.૦પ.ર૦ર૬ થી ર૭.૦પ.ર૦ર૬ સુધી સામુહિક પ૪ પોથીજી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરેલ છે.

જેમાં વક્‍તાપદે ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના પુત્ર શાષાી ડૉ. કૃષ્‍ણકુમાર મહેતા (એમ.એસ.સી., એમ.એઙ, પી.એચ.ડી.) સંગીતમય શૈલીમાં અધ્‍યાત્‍મ અને વિજ્ઞાનનો સમન્‍વય કરીને ભાગવતજીના રહસ્‍યોનું સરળ સમજુતી સાથે વર્ણન કરશે. શુદ્ધ કથા, મુળ-શાષાોકત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દ્રષ્‍ટાંતો, પર્યાવરણ, રાષ્‍ટ્રપ્રેમ, વ્‍યસનમુકિત વગેરેને આવરી લઇને લોકજાગૃતિનું કર્તવ્‍ય નિભાવશે. જેમાં મુખ્‍ય યજમાનપદે શ્રીમતી કાંતાબેન મનસુખલાલ રૂડાણી, શ્રીમતી ઉર્વશીબેન વિપુલભાઇ રૂડાણી પૂજાવિધિનો લ્‍હાવો લેશે. તેમજ પોથીજીના પ૪ યજમાનો પોતાના પિતૃઓના આત્‍મકલ્‍યાણાર્થે સાત દિવસ પૂજન કરશે.

તા. ર૧ ગુરૂવારે રામજી મંદિર નબાપરાથી ભવ્‍ય પોથીયાત્રા સાથે કથાનો શુભારંભ થશે. કથામાં વરાહનારાયણ, સતી ચરિત્ર, ધ્રુવચરિત્ર, નૃસિંહ પ્રાકટય, વામનજન્‍મ, રામ જન્‍મ, વેશભૂષા સાથે કૃષ્‍ણજન્‍મ-ભવ્‍ય નંદમહોત્‍સવ, બાળલીલા, ગીરીરાજ ઉત્‍સવ, ગોપીગીત, રુકમણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે. તા. ર૭ કથાની પૂર્ણાહુતિ થશે. કથા શ્રવણનો સમય પ્રતિદિન સવારે ૮ થી ૧૧:૩૦નો રહેશે.

કથા દરમ્‍યાન સંતો-મહંતોના આશીર્વચન, નિઃશુલ્‍ક નિદાન-સારવાર કેમ્‍પ, વ્‍યસનમુકિત, વૃક્ષારોપણ, જળસંચય અભિયાન, રાત્રીભજન વગેરેનું આયોજન કરેલ છે. કથામાં ધારીના સામાજિક, ધાર્મિક અગ્રણીઓ, વ્‍યાપારીઓ, વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહેશે. આ ભાગવત સપ્તાહમાં નબાપરાના તથા ધારીના સર્વે અગ્રણીઓનો સાથ સહકાર પ્રાપ્ત થયેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

પૂ. શ્રી ગિરધરબાપા અને પ. શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ પાવન સ્‍થળે પવિત્ર પુરૂષોત્તમ માસમાં આયોજિત આ કલ્‍યાણકારી સામૂહિક ભાગવત કથામાં ઉપસ્‍થિત રહીને કથાશ્રવણ, પૂજા, આરતી, પ્રસાદનો લ્‍હાવો લેવા સૌ ભાવિકોને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સમિતિએ અનુરોધ કરેલ છે. 

 

(2:43 PM IST)