તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
દ્વારકા જિલ્લામાં આજથી એક માસ સેવા સંકલ્પ અભિયાન શરૂ

ખંભાળીયા, તા., ૧૭ : આજે તા.૧૭-૯ થી તા.૧૭-૧૦ સુધી રાજય સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન જાહેર થયું હોય દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા સમીક્ષા બેઠક આયોજન અંગે કરવામાં આવી હતી. તથા કુલ રર અધિકારીઓને જુદી જુદી કામગીરી માટે નોડલ બનાવાયા છે. ૧૭-૯ ના નાયબ વિકાસ અધિકારી તથા તમામ પાલીકા ચીફ ઓફીસરો ૧૭-૯ થી ૭-૧૦, રપ કરોડ બાળકોના સપનાના ભારતમાં પ્રાથમીક તથા માધ્યમીક, ૧૭-૯ થી ૧૭-૧૦ સેવા ગાથામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, રપ-૯ થી ૭-૧૦ આંગણાના ઉત્સવમાં આઇસીડીએસ અધિકારી, ૧૭-૯ થી ૧૭-૧૦ વાર્તા પરીવર્તનમા સહાયક માહીતી નિયામક, વિકસીત ભારત સંકલ્પ યાત્રામાં જીલ્લા આયોજન અધિકારી, સેવા જયોતી યાત્રામાં ખંભાળીયા, દ્વારકા પ્રાંત અધિકારી, રંગોળીમાં જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી તથા સેવા સેતુ અભિયાનમાં તાલુકા નોડલ અધિકારી નિમાયા છે.
આ ઉપરાંત સેવા યોગદાન હેઠળ કુલ તેર પ્રવૃતિઓ થનાર છે. જેમાં રકતદાન શીબીર, વૃક્ષારોપણ અભિયાન, વૃધ્ધાશ્રમ મુલાકાત, આરોગ્ય તપાસ શીબીર, યોગ અને ધ્યાન, એક ગામ દતક લો કાર્યક્રમ, પ્લાસ્ટીક મુકિત જાગૃતી અભિયાન, મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વંચીત બાળકોને સહાય, કારકીર્દી માર્ગદર્શન વરિષ્ઠ નાગરીકો માટે અને અંગદાન સંકલ્પ અભિયાનમાં પણ વર્ગ એક તથા વર્ગ-બેના અધિકારીઓની નિમણુંક થઇ છે. આજે જુદા જુદા દશ ધાર્મિક સ્થળે ઇન્દ્રેશ્વર, બેટ દ્વારકા, ગોમતીઘાટ, શનીદેવ તથા લાભાર્થીને ત્યાં આશીર્વાદ દીવડા સાંજે યોજાશે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
